ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોને નાળિયેરી પાકમા ચુસિયા જીવાતોના નિયંત્રણ માટે માર્ગદર્શન

0
292

ગીર-સોમનાથ જિલ્લાના ખેડુત મિત્રોને નાળિયેરી પાકમા ચુસિયા જીવાતોના નિયંત્રણ માટે એન્કારસીયા હેટીયરસીસ નામની પરજીવી જીવાત તથા કાળા તથા લાલ પરભક્ષી દાળિયા, લીલી ફૂદડી (ક્ર્યાસોપા) કિટક દ્વારા રૂગોસ સ્પાયરેલિંગ વાઈટ ફ્લાય (સફેદ માખી) નું વ્યવસ્થાપન સારી રીતે થય શકે તેમ હોય તો તેની વસ્તી વધે તેવા ઉપાયો કરવા જોયે. જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના પ્રાથમિક અખતરાઓને આધારે આ જીવાત જોવા મળે ત્યારે પર્યાવરણ માટે સલામત હોય તેવી જૈવિક જંતુનાશક દવાઓ જેવી કે બ્યુવેરીયા બાસીયાના ૮૦ ગ્રામ અથવા નીમ ઓઈલ ૫૦ મીલી અથવા કરંજ ઓઈલ ૫૦ મિલી પ્રતિ પંપમાં ભેળવી છંટકાવ  ક્રમ મુજબ જરૂરિયાત મુજબ કરવો.
ઉપરાંત નાની અવસ્થાના ઝાડમાં એસીટામાપ્રીડ ૨૦ એસપી ૫ થી ૬ ગ્રામ અથવા બાયફેનથ્રીન ૧૦ ઇસી ૭.૫ મીલી અથવા ડાયફેન્થીયુરોન ૫૦ ડબ્લ્યુપી ૧૫ ગ્રામ અથવા સ્પાયરોમેસીફેન ૨૨.૯ એસસી ૧૫ થી ૨૦ મીલી અથવા પાયરીપ્રોક્ષીફેન +  બાયફેનથ્રીન (૨૦%) ૧૨ થી ૧૫ મીલી પ્રતિ પંપ  કોઈ પણ એક રસાયણિક દવા ભેળવી સમગ્ર ઝાડ આવરી લેવાય તે રીતે છંટકાવ કરવો. એઝાડીરેક્ટીન ૨.૫ ટકા ૧૫ મી.લી. અથવા મોનોક્રોટોફોસ ૩૬ એસએલ ૧૦ મીલી અથવા કાર્બોસલ્ફાન ૨૫ ઈસી ૧૫ મીલી દવા અને તેટલા જ જ્થ્થામાં પાણી લઈ પ્લાસ્ટિકની કોથળીમાં નાખી મુળ દ્વારા માવજત આપવા નાયબ બાગાયત નિયામકશ્રી, ગીર-સોમનાથની યાદીમાં જણાવાયું છે.

અહેવાલ :- હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here