સુરેન્દ્રનગર જિલ્લામાં અતિ ભારે વરસાદને કારણે છથી વધુ જળાશયો ઓવરફલો થયો છે જેમાં નાયકા ડેમ ઓવરફલો થતા તેનું પાણી ધોળીધજા ડેમમાં આવતા નદી ભોગાવો બે કાંઠે વહેવા લાગી છે. તેવામાં મંગળવારે જિલ્લા પંચાયત પાછળ આવેલા કોઝવે નજીક રિક્ષા ધોઇને બહાર નીકળતા બે યુવાનો પાણીના વહેણમાં ડૂબ્યા હતા. જેમાંથી એક 20 વર્ષના યુવાનની લાશને તરવૈયાઓની ટીમ બહાર કાઢી હતી જયારે એક યુવાનની શોધખોળ મોડી રાત સુધી ચાલી હતી. આ બનાવના પગલે મોટી સંખ્યામાં લોકો ભોગાવા નદીકાંઠે ઉમટી પડ્યા હતા.