ઉપલેટાનાં સમઢિયાળા, કુંઢેચ, મજેઠી વિસ્તારમાં ઉભા પાકનું ધોવાણ

0
250

ઉપલેટા તાલુકામાં ૧૫ દિવસથી સતત વરસાદ ચાલુ રહેવાનાં કારણે ખેડૂતોને પારાવાર નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો બે દિવસ પહેલા આ વિસ્તારમાં આવેલ ભાદર-૨, મોજ, વેણુ ડેમના ઉપરના વિસ્તારમાં ભારે વરસાદને કારણે ત્રણેય ડેમના દરવાજા ખોલી નખાતા ભારે પાણીના કારણે ભાદર કાંઠા વિસ્તારના ખેતરોમાં ઉભો પાક સંપૂર્ણ નાશ પામતા ભાજપના આગેવાનો સ્થળ મુલાકાત લઈ વળતર આપવા સરકારમાં માગ ઉઠાવી છે. બે દિવસ થયા વેણુ, મોજ, ભાદરના ડેમના પાટિયા એકધારા સતત ખોલવામાં આવતા આ ત્રણેય નદીના પાણી ભાદરમાં ભળતા ભાદર નદી બે કાંઠે થતાં કાંઠા વિસ્તારના સમઢિયાળા, કુઢેચ, મજેઠી, લાઠ, ભિમોરા વિસ્તારના ખેતરોમાં તૈયાર પાક મગફળી, કપાસ સંપૂર્ણ જમીન ધોવાઈ જવાથી પાક નિષ્ફળ ગયો.


આ વિસ્તારના ખેડૂતો ઉપર ભારે કુદરતી આપત આવી પડી છે અતિવૃષ્ટિ થવાથી ખેડૂતોને પોતાના ઢોર-ઢાખર બચાવવા મુશ્કેલ બન્યા છે ત્યારે આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ માકડિયા, અતિસૃષ્ટિગ્રસ્ત વિસ્તારમાં સ્થળ ઉપર જઈ ધોવાઈ ગયેલા ખેતરોનું નિરીક્ષણ કરી સમઢિયાળા, કુઢેચ, લાઠ, ભિમોરા, મજેઠીના ખેડૂતો પાસે વિગતો મેળવી તમામ અહેવાલ તૈયાર કરી અતિવૃષ્ટિ તેમજ ભારે પાણીના કારણે ખેડૂતોનો ઉગાડેલ પાક સંપૂર્ણ નિષ્ફળ જવાથી ખેડૂતોને નાસ થયેલ પાકનું યોગ્ય વળતર મળે તે માટે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજ્યના કૃષિમંત્રી, આર.સી.ફળદૂ સહિત જે તે વિભાગના મંત્રીઓ સચિવો પાસે રૂબરૂ મળી ખેડૂતોને ન્યાય આપવા માગણી કરશે પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ માકડિયાની સાથે તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ બાબુભાઈ હુબલ, તાલુકા મહામંત્રી પૃથ્વીરાજસિંહ ચુડાસમા, ભીમભાઈ ડાંગર, ડાયાભાઈ મકવારા હાજર રહેલા હતા.

અહેવાલ :-કાનભાઈ સુવા ,ઉપલેટા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here