સ્ટેચ્યુ ઓફ યુનિટીની જવાબદારી સાંભળી લેતાના સીઆઇએસએફના ૨૭૦ જવાનો

0
355

એકે–૪૭, ઇન્સાસ, અને પીસ્ટન ગનથી સુરક્ષા કરશે : ૩ ડોગ સ્કવોડ પણ તૈનાત

વિશ્ર્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષાની જવાબદારી હવે સીઆઇએસએફના (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિકયુરિટી ફોર્સ) જવાનોએ સંભાળી લીધી છે.તાજેતરમાં સીઆઇએસએફના ૨૭૦ જેટલા જવાનો કેવડિયા ખાતે હાજર થયા હતા.


આ વિશે મળતી માહિતી પ્રમાણે, ૨૫મી ઓગસ્ટના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં સીઆઇએસએફના જવાનો, મહિલા જવાનોનું ઇન્ડકસન સેરેમની યોજાઈ હતી. તે દરમિયાન સીઆઇએસએફ જવાનોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષા વ્યવસ્થાનો વિધિવત ચાર્જ લીધો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્રારા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સીઆઇએસએફના ડિપ્લોયમેન્ટને મંજૂરી આપી દેવામાં આવી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પરીસરમાં સીઆઇએસએફના ઈન્ડકસન સેરેમની કાર્યક્રમ નર્મદા કલેકટર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સીઇઓ એમ. આર. કોઠારીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ પ્રથમ સુરક્ષા નર્મદા પોલીસ, એસઆરપીના જવાનો કરતા હતા. યુડીએસના સુરક્ષા જવાનો પણ સ્ટેચ્યુ પરિસરમાં ફરજ બજાવતા. હવે ૧ સપ્ટેમ્બરથી સીઆઇએસએફના ૨૭૦ જવાનો વિવિધ પોઈન્ટ પર ફરજ બજાવશે અને સંપૂર્ણ જવાબદારી સીઆઇએસએફની રહેશે.


તેઓ એકે–૪૭, ઇન્સાસ, અને પીસ્ટન ગનથી સુરક્ષા કરશે. કોઇ પણ વિસ્ફોટક પદાર્થ અને અન્ય ચીજોની તકેદારી માટે ત્રણ ડોગ સ્કવોર્ડ તૈનાત રહેશે