૨૦૧૯માં દેશમાં રૂપિયા ૨૦૦ અને ૫૦૦ની નકલી નોટમાં ૧૫૧ ટકાનો વધારો થયો

0
184

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્રારા વાર્ષિક અહેવાલમાં ખુલાસો કરાયો

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્રારા એવો ધડાકો કરવામાં આવ્યો કે ૨૦૧૯ ૨૦મા માં દેશમાં રૂપિયા ૨૦૦ અને રૂપિયા ૫૦૦ની નકલી નોટો માં ૧૫૧ ટકા જેટલો વધારો થઇ ગયો હતો અને દેશ સામે સૌથી મોટો પડકાર ઉભો થયો છે.


રિઝર્વ બેંકના વાર્ષિક અહેવાલમાં આ મહત્વની બાબત પર આંકડાકીય માહિતી પુરી પાડવામાં આવી છે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ભારે ચિંતા પણ દર્શાવી છે કે ચલણી નોટો પર સિકયુરિટી ફિચર હોવા છતાં નકલી નોટો માં ભયંકર વધારો થયો છે અને દેશના અર્થતંત્રને ઘાયલ કરવાની દાનત સાથે આ નકલી નોટો ઘૂસાડવામાં આવી છે.


અહેવાલમાં એવો પણ ઉલ્લેખ છે કે મોદી સરકાર દ્રારા ૨૦૧૬ના નવેમ્બર માસમાં રૂપિયા ૫૦૦ અને રૂપિયા ૧૦૦૦ની ચલણી નોટો બધં કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ રૂપિયા ૨૦૦૦ રૂપિયા ૫૦૦ તથા રૂપિયા ૨૦૦ ની નવી નોટો ચલણમાં મૂકવામાં આવી હતી.


જોકે ડેટાનો અભ્યાસ કર્યા બાદ ગંભીર હકીકત બહાર આવી છે કે દેશમાં નકલી ચલણી નોટો વધુ પ્રમાણમાં ઘુસાડી દેવામાં આવી છે અને ખાસ કરીને રૂપિયા ૨૦૦ અને રૂપિયા ૫૦૦ની નકલી નોટો ભારતના અર્થતત્રં માટે મોટો પડકાર બની ગઈ છે.


રિઝર્વ બેન્કના અહેવાલ માં જણાવ્યા મુજબ ૨૦૧૯–૨૦ માં રૂપિયા ૫૦૦ની ૩૦ હજારથી પણ વધુ નકલી નોટો બેન્કિંગ સિસ્ટમમાં આવી ગઈ હતી અને રૂપિયા ૫૦૦ના દરની નકલી નોટો માં ૩૭ ટકા જેટલો વધારો થઈ ગયો હતો એ જ રીતે રૂપિયા ૨૦૦ વાળી નકલી નોટો નું પ્રમાણ પણ સૌથી વધુ રહ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here