નાની-મોટી બજાર, પાંજરાપોળ, કૈલાશબાગ સહિત ની નાની ગલીઓમાં બુલેટ ફરશે
તા.10, ગોંડલ: ગોંડલ શહેરમાં લોકડાઉન નું કડક પાલન કરાવવા પોલીસ તંત્રે કમર કસી છે , પાંચ બુલેટ પર પોલીસ જવાનો પેટ્રોલિંગ કરશે, શહેરમાં બિનજરૂરી લટાર મારતા તત્વોને કાયદાનું ભાન કરાવશે.

રાજકોટ રેન્જ નાયબ પોલીસ મહાનીરીક્ષક સંદિપસિંહ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાની સુચના અન્વયે હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ (COVID-19) ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વીક મહામારી જાહેર કરેલ હોય જે સબંધે તકેદારીના ભાગરૂપે અને નોવેલ કોરોના વાયરસ ( COVID-19) ના વધતા સંક્રમણને અટકાવવા માટે જીલ્લા મેજીસ્ટ્રેટ રાજકોટ તરફથી તકેદારીના ભાગરૂપે જાહેર જગ્યા તથા ખાનગી સ્થળોએ વધારે સમુહમાં માણસો એકઠા નહીં થવા સબંધે તા. ૨૮/૦૩/૨૦૨૦ થી જાહેરનામુ પ્રસિધ્ધ કરેલ હોય, તેમ છતા રાજકોટ ગ્રામ્ય જીલ્લા વિસ્તારમાં નાની-નાની શેરીઓ ગલીઓમાં માણસો એકત્ર ન થાય તે માટે મોટર સાયકલ દ્રારા પેટ્રોલીંગ કરી બિનજરૂરી/કોઇ પણ કારણવગર બહાર નીકળનાર ઇસમો વિરૂધ્ધ કાર્યવાહિ કરવા સુચના કરેલ હોય જે અન્વયે ગોંડલ શહેર વિસ્તારમાં નાની-નાની શેરીઓ ગલીઓમાં એલ.સી.બી. સ્ટાફ દ્રારા બુલેટ મો.સા. દ્રારા પેટ્રોલીંગ ફરવામાં આવેલ છે.

તેમજ તમામ પબ્લીક પોતાના ઘરમાં રહે અને અગત્યના કામ સિવાય કોઇ ઘરથી બહાર નીકળે નહિ તેવી અપીલ કરવામાં આવી.
(તસ્વીર:- નરેન્દ્ર પટેલ NP- ગોંડલ)