દિવાળી સુધી બાળકોને શાળાએ મોકલવા વાલીઓ તૈયાર નથી

0
1946
Indian school children wear face masks at school where doctors are performing examinations in Ahmedabad on August 18, 2009 as the death toll due to swine flu in Gujarat state rose to three. A total of 9,904 persons have been tested nationwide for the A H1N1 virus so far, out of which 1,927 have been positive. AFP PHOTO/ Sam PANTHAKY

કોરોના સંક્રમણ હજી ચાલુ હોવાથી સ્કૂલો અને શૈક્ષણિક સંસ્થાઓ ખોલવા અંગે સરકાર દ્રિધામાં છે ત્યારે અમદાવાદની બે ખાનગી સ્કૂલોએ કરેલા સર્વેક્ષણમાં એવું સામે આવ્યું છે કે મોટાભાગના વાલીઓ તેમના બાળકોને આખા શૈક્ષણિક વર્ષ દરમ્યાન સ્કૂલે મોકલવા તૈયાર નથી. બીજું ગ્રુપ એવું કહે છે કે અમે દિવાળી પછી કોરોનાની સ્થિતિ જોઇને નિર્ણય કરી શકીએ તેમ છીએ.


ગુજરાતમાં સ્કૂલો શ કરવાનો નિર્ણય લેવામાં આવે તો બાળકોના મા–બાપ તેમના સંતાનોને સ્કૂલે મોકલશે કે કેમ તેવા સવાલ સાથે થયેલા એક સર્વેક્ષણમાં ૪૦ ટકા વાલીઓ તેમના બાળકોને દિવાળી પછી સ્કૂલે મોકલવા તૈયાર છે યારે ૧૬ ટકા વાલીઓ કહે છે કે અમે સ્કૂલો ખૂલ્યાના એક મહિના પછી બાળકોને અમે સ્કૂલે મોકલવા માગીએ છીએ.


અમદાવાદની ઉદ્દગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન અને ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રન તરફથી ૭૫૦૦ જેટલા વાલીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા જે પૈકી ૫૧૦૦ વાલીઓએ ભાગ લીધો હતો. આ સર્વેમાં ૪૪ ટકા વાલીઓ એવું કહે છે કે તેઓ તેમના સંતાનને આવતા શૈક્ષણિક વર્ષ સુધી સ્કૂલે મોકલવા તૈયાર નથી. આ માન્યતા સાથે જોડાયેલા ૧૬ ટકા વાલીઓ તો એવું કહે છે કે સ્કૂલો ખૂલે પછી પરિસ્થિતિ જોઇને એક મહિના પછી તેઓ તેમના બાળકોને સ્કૂલે મોકલવા માગે છે.


આ સર્વેમાં જે વાલીઓનો સંપર્ક કરવામાં આવ્યો છે તેમાં ૧૦૦ ટકા વાલીઓ ૧લી સપ્ટેમ્બરથી સ્કૂલ શ થવી જોઇએ નહીં તેવો મત ધરાવે છે. એનો અર્થ એ થયો કે સરકાર અને સ્કૂલ સંચાલકો એવું નક્કી કરે કે ૧લી સપ્ટેમ્બરથી સ્કૂલ શ કરવામાં આવે તો પણ સ્કૂલમાં વિધાર્થીઓની સંખ્યા થવાની નથી, કેમ કે સર્વેમાં જે વાલીઓએ ભાગ લીધો છે તેઓ તમામે એમ કહ્યું છે કે સપ્ટેમ્બરથી સ્કૂલો શ કરવી જોઇએ નહીં. સ્કૂલો શ કરવાના સવાલની સાથે ઓનલાઇન શિક્ષણ અંગેનો પ્રશ્ન પણ પૂછવામાં આવ્યો હતો જેના જવાબમાં ૫૧ ટકા વાલીઓએ કહ્યું હતું કે સ્કૂલો  ઓનલાઇન શિક્ષણ આપે અને ઓનલાઇન પરીક્ષા લે તે તેમને મંજૂર છે. માત્ર આઠ ટકા વાલીઓએ કહ્યું હતું કે સ્કૂલો નિયમિતપણે શ ન થાય ત્યાં સુધી  વિધાર્થીઓની કોઇ પરીક્ષા લેવી જોઇએ નહીં. ૨૧ ટકા વાલીઓ માને છે કે પેન અને પેપરની જૂની પદ્ધતિ પ્રમાણે વિધાર્થીઓ તેમના ઘરમાં પરીક્ષા આપે તે યોગ્ય છે. ૭૨ ટકા વાલીઓએ સ્વિકાયુ હતું કે ઓનલાઇન અભ્યાસથી બાળકોની દિનચર્યા સુધરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here