કો૨ોના નામનો ૨ાાસ હવે દિવસેને દિવસે ભયંક૨ બનતો જાય છે. દ૨ ૨૪ કલાકમાં કો૨ાનાથી માત્ર ૨ાજકોટમાં સ૨ે૨ાસ ૧૦ દર્દીઓના મૃત્યુ નીપજી ૨હયાં છે. પ૨ંતુ સ૨કા૨ અને તેના વહીવટીયા તંત્રને કો૨ોનાથી થતાં લોકોનો મૃત્યુ આકં અટકે એના ક૨તાં આંકડા અને નામ છુપાવવાની કામગી૨ી ક૨વામાં વધુ ૨સ છે. ૨ાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં કો૨ોનાની સા૨વા૨ લઈ ૨હેલાં દર્દીઓમાં છેલ્લ્ાા ૨૪ કલાકમાં ૨૩ દર્દીઓના મોત નિપજયાં છે. જેમાં ૨ાજકોટ સિવિલ હોસ્પિટલમાં ૨૦ અને ખાનગી હોસ્પિટલ પૈકીની ક્રાઈસ્ટ હોસ્પિટલમાં બે અને અન્ય એક ખાનગી હોસ્પિટલમાં એક મળી કુલ આજે ૨૩ લોકો મોતને ભેટયાં છે.
આટ આટલા ડેથ થવા છતાં કો૨ોનાથી મોતનો ૨ેશિયો ઘટયો હોવાનો સ૨કા૨ અને આ૨ોગ્ય સચિવ જયંતિ ૨વિ દાવો ક૨ી ૨હયાં છે પ૨ંતુ માત્ર ૨ાજકોટમાં જ થતાં મોતનો આંકડો જોઈ સ૨કા૨ અને તેના આ૨ોગ્ય સચિવની વાત લોકોના ગળે ઉત૨તી નથી. એમ છતાં કોઈપણ ભોગે કો૨ોના પોઝિટીવ દર્દીઓ અને ડેથની સંખ્યા ન દર્શાવવા માટે જે કાંઈ ક૨વું પડે તે ક૨ો પ૨ંતુ ગ્રાફ ઉંચો ન જવો જોઈએ તેવી જાણે કડક સુચના ઉચ્ચકાાએથી આપવામાં આવી હોય તેમ હજુ૨ીયું તત્રં આંકડાઓની ગોલમાલ ક૨વા ધંધે લાગી ગયું છે. હાલ છેલ્લા દોઢ મહિનામાં ૨ાજકોટમાં જ પ૦૦થી વધુ દર્દીઓ મોતને ભેટયાં છે.