અપહૃત સગીરા સાથે નાસતો શખસ પોરબંદરમાંથી ઝડપાયો

0
263

પીપાવાવ મરીન પોલીસે અપહરણ તથા પોસ્કોના ગુનામાં નાસતા-ફરતા આરોપીને ભોગ બનનાર સાથે શોધી કાઢતી જરૂરી કાર્યવાહી કરી હતી. નિર્લિપ્ત રાય પોલીસ અધિક્ષક અમરેલીએ ગૂમ થયેલ બાળકો તેમજ અપહરણ થયેલ ભોગ બનનાર તથા નાસતા-ફરતા આરોપીઓ શોધી કાઢવા જિલ્લા પોલીસતંત્રને જરૂરી સૂચના આપેલ હોય જે અન્વયે કે.જે. ચૌધરી નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલાના સીધા માર્ગદર્શન નીચે પોલીસ સબ ઈન્સ્પેકટર ડી.સી. સાકરિયા તથા મરીન પીપાવાવ પોલીસ સ્ટાફની ટીમ દ્વારા મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનમાં અપહરણ તથા ગુનામાં સંડોવાયેલા આરોપીને અજયભાઈ હરીભાઈ ગુજરિયા (ઉ.વ.૨૨, રહે.ચાંચ, તા.રાજુલાવાળા)ને ભોગ બનનાર સગીરા સાથે ગણતરીની કલાકોમાં જ પોરબંદરમાંથી ઝડપી લઈ શખસ વિરૂધ્ધ પોકસો સહિતની કલમ હેઠળનો ગુનો નોંધ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here