ધોરાજી ચકલા ચોકના વેપારીઓ ભૂગર્ભ ગટર છલકાતા ત્રસ્ત: ચકકાજામ

0
219

ધોરાજી માં પીર ખા કૂવા ચોક રુસ્તમ મસ્જિદ પાસે છેલ્લા કેટલાય દિવસ થી ભૂગર્ભ ગત્ર છલકાય રહી છે હિન્દુ લોકો ની આસ્થા નું પ્રતિક જડેશ્વર મહાદેવ નું મંદિર અને મુસ્લિમો ની રુસ્તમ મસ્જિદ પણ આવેલ છે અહીંયા થી પસાર થતા લોકો ને ગટર ના ગંદા પાણી માં થી  પસાર થઈ અને મંદિર અને મસ્જિદ માં જવું પડે છે અને ખાસ કરી અને અહીંયા ગટર ના ગોઠણ ડૂબ પાણી ભરાયેલા હોવા થી વેપારીઓ ને પણ વેપાર ધંધા માં ભારે મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે.


ભૂગર્ભ ગટર ના ઉભરતા પાણી પ્રશ્ને ધોરાજી નગરપાલિકા માં અહીંના સ્થાનિકો એ અનેક વાર રજૂઆત કરી છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ યોગ્ય નિરાકરણ ના આવતા ના છૂટકે આ ચકલા ચોક રુસ્તમ મસ્જિદ વિસ્તાર અને ટાવર ચોક ના વેપારીઓ એ ચક્કાજામ કરેલ હતું ચક્કાજામ થતા ધોરાજીના પીઆઈ હુકુમત સિહ જાડેજા પીએસઆઈ શૈલેષ વસાવા મામલતદાર ચીફઓફિસર સહિતના સ્થળ પર આવ્યા હતા. મામલતદાર દ્વારા તાત્કાલિક નગરપાલિકામાં ચીફ ઓફિસરને  તાત્કાલિક બોલાવી અને વેપારીઓ તથા સ્થાનિકોના પ્રસન્ન ઘટતું કરવા માટે સૂચના આપેલ હતી મામલતદાર કેટી ઝોલાપરાની યોગ્ય ખાત્રી મળ્યા બાદ વેપારીઓ એ દુકાનો અને રોજગાર ફરી શરૂ કર્યા હતા અને ચક્કાજામ વિખેર્યા હતું અને મામલો થાળે પડ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here