જૂનાગઢ: લોકડાઉનમાં બેકાર બનેલા શખસે ફરી ઘરફોડ ચોરી ચાલુ કરવી પડી

0
459

જૂનાગઢમાં સીઆઇડી ક્રાઇમની ઓફિસમાં કાગળના પેકેટની થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો ઝડપાયેલા આરોપીએ લોકડાઉનને લઇ મજૂરી ના મળતી હોય તેથી ચોરી કર્યાનું કબૂલ્યું હતું.જૂનાનગઢમાં તા.૧૯ ઓગષ્ટના રોજ દીવાન ચોક, જૂની ડીએસપી કચેરી ખાતે આવેલ સીઆઇડી ક્રાઇમની ઓફિસમાં બારી તોડી, પ્રવેશ કરી, કચેરીમાં રાખેલ કોરા કાગળના પેકેટ નંગ-૭ કિ.રૂ.૧૮૦૦ના મુદ્દામાલની ચોરી કરવામાં આવતા, ઘરફોડ ચોરીની ફરિયાદ કરવામાં આવતા, ફરિયાદ આધારે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. આર.જી.ચોધરી, પીએસઆઇ જે.એચ.કચાટ તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી. જેમાં સીસીટીવી ફૂટેજ આધારે તથા ટેકનિકલ સોર્સ આધારે મળેલ માહિતી આધારે આરોપી સિકંદર ઉર્ફે સિકલો એહમદભાઇ બેલીમ જાતે સિપાઇ (ઉ.વ.૨૨) રહે.કુંભારવાડા દરવાજા, નગીના ખાણની બાજુમાં, જૂનાગઢને સુખનાથ વિસ્તારમાંથી રાઉન્ડ અપ કરી, પકડી પાડવામાં આવેલ છે. પકડાયેલા આરોપી સિકંદર ઉર્ફે સિકલો એહમદભાઇ બેલીમના કબજામાંથી ઘરફોડ ચોરીમાં ગયેલ કચેરીમાં રાખેલ કોરા કાગળના પેકેટ નં.૭ કિ.રૂ.૧૮૦૦ના મુદ્દામાલ પણ કબજે કરવામાં આવેલ છે. આરોપી સિકંદર ઉર્ફે સિકલો એહમદભાઇ બેલીમ જાતે સિપાઇની પુછપરછ કરતાં પોતે મજૂરી કરતો હોય, નશાની આદત હોય, હાલમાં લોકડાઉનના કારણે મજૂરી મળતી ના હોય, પોતાને રૂપિયાની જરૂરિયા ઉભી થતાં. ઘરફોડ ચોરીની કબૂલાત કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી ભૂતકાળમાં પણ ફેબ્રુઆરી ૨૦૧૧ની સાલમાં ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલ હતો. આરોપીનો કોરોના ટેસ્ટ કરાવી આરોપીની અટક કરી, કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરવામાં આવેલ છે. વધુ તપાસ એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.એચ.કચોટ તથા સ્ટાફ ચલાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here