ગોંડલ તાલુકામાં પૂરમાં જાનમાલનું નુકશાન ભોગવનારા પરિવારજનોને સહાયના ચેક અપાયાં.

0
308

ગોંડલ તાલુકાના વાસાવડ ગામે ગત તારીખ 13 ના રોજ ઉપરવાસમાં વધારે વરસાદ હોય અચાનક વાસાવડી નદીમાં પુર આવતા મનસુખભાઈ સોલંકી તણાઈ જતાં મૃત્યુ પામેલ હતા સરકારની સહાય નિધિ યોજના અંતર્ગત તેઓને રૂપિયા 400000/-નો ચેક ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા તથા ઉપપ્રમુખ તાલુકા પંચાયત પ્રફુલભાઈ ટોળીયા, નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા તથા બકુલભાઈ જયસ્વાલ (સરપંચ) તથા તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં તેઓના મનસુખ ભાઈ સોલંકી ના પત્ની ને આપવામાં આવ્યો હતો તેમજ ચાર દિવસ પહેલા પહેલા વેકરી ગામે પૂરમાં જલાભાઈ ભરવાડની ભેંસ તણાઇ જતા તેઓને પણ રૂપિયા ૩૦,૦૦૦ની રકમનો એક ચેક તાલુકા વિકાસ અધિકારી ગોહિલ તથા ઇલાબેન ડોબરીયા પ્રમુખ તાલુકા પંચાયત ની હાજરીમાં આપવામાં આવ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here