દિલ્હીને હચમચાવી નાખવાનું મોટું ષડયંત્ર: સંસદ ભવન પાસેથી પકડાયો એક શંકાસ્પદ વ્યક્તિ, કોડવર્ડ લખેલી ચિઠ્ઠી મળી.

0
381

કેન્દ્રીય ઓદ્યોગિક સુરક્ષા દળએ (Central Reserve Police Force) આજે ​​રાજધાનીના વિજય ચોક નજીકથી એક શંકાસ્પદની ધરપકડ કરી છે. ફિરદૌર નામનો આ યુવક સંસદ ભવનની આસપાસ ફરતો હતો. શંકાસ્પદ પ્રવૃત્તિઓને કારણે ત્યાં હાજર સીઆરપીએફના જવાનોએ તેને પકડી પાડ્યો હતો.

પૂછપરછ કરવામાં આવતા તેણે પોતાના વિશે જુદી જુદી માહિતી આપી હતી, ત્યારબાદ આ યુવકને સંસદ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો, જ્યાં નવી પૂછપરછ ચાલી રહી છે. આ અંગે અન્ય એજન્સીઓને પણ જાણ કરવામાં આવી છે.

મોટા કાવતરાની આશંકા
ફિરદૌરની પાસે થી એક કાગળ પણ મળ્યો છે જેમાં કોડવર્ડ પણ છે. તે જ સમયે, તેની પાસેથી 2 ઓળખકાર્ડ, આધારકાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ મળ્યું છે. બંને દસ્તાવેજોમાં તેનું નામ અલગ છે. ડ્રાઇવિંગ લાઇસન્સમાં તેનું નામ ફિરદૌર છે જ્યારે આધારકાર્ડમાં નામ મંજુર અહેમદ અહંગેર છે. જે રથસુન બિરવાહ, જે બડગામનો રહેવાસી છે. તેની પાસેથી એક થેલી પણ મળી આવી છે.

પહેલા તેણે કહ્યું કે, તે 2016 માં દિલ્હી મુલાકાતે આવ્યો હતો. પછી તેણે કહ્યું કે, તે લોકડાઉન હેઠળ દિલ્હી આવ્યો હતો અને ત્યારથી જ અહીં છે. જ્યારે પોલીસે પુછ્યું કે, તે ક્યાં રહે છે તો તેણે કહ્યું કે, ક્યારેક જામા મસ્જિદ, ક્યારેક નિઝામુદ્દીન તો ક્યારેક જામિયા વિસ્તારમાં રહે છે. અલગ-અલગ નિવેદન અને ડોક્યુમેન્ટને કારણે ભારતની ખુફિયા એજન્સીઓએ પણ આ યુવકની પુછપરછ શરૂ કરી છે.