શંકરસિંહ વાઘેલાનો સરકાર પર શાંબ્દિક પ્રહાર, કહ્યુ- ગુજરાતમાં ખાડા નથી, ખાડામાં ગુજરાત છે

0
481

રાજ્યમાં જે રીતે કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે, તેમ વરસાદે પણ જદોર પકડ્યુ છે. રાજ્યમાં લગભગ તમામ જિલ્લાઓમાં મેઘા તેની મહેર કરી છે. ત્યારે આ વરસાદે રાજ્યમાં ચોમાસા પહેલા તંત્ર દ્વારા કરાતા દાવાની પોલ ખોલી દીધી છે. રાજ્યનાં મોટાભાગનાં રોડ રસ્તા આજે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. ત્યારે આ સંદર્ભે ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી શકરસિંહ વાઘેલાએ ટ્વિટ કરીને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

રાજ્યમાં આ વર્ષે સારો વરસાદ પડ્યો છે, જે બાદ રોડ અને રસ્તામાં ખાડાઓએ વર્ચસ્વ જમાવી લીધુ છે. આ જોતા ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહે વાઘેલાએ ટ્વીટ કરીને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે એક ટ્વીટ કરતા ભાજપ સરકારનો ઉધડો લીધો હતો અને સાથે જ તેમણે એક ફોટો પણ શેર કર્યો હતો જેમાં ખાડા જ ખાડા નજરે પડી રહ્યા છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યુ છે કે, ‘ગુજરાતમાં ખાડા નથી, ખાડામાં ગુજરાત છે. આ ભાજપે કરલે ભ્રષ્ટાચારનાં ખાડા છે!’

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આ વખતે ચોમાસામાં સારો વરસાદ પડી રહ્યો છે. રાજ્યનાં મોટાભાગનાં જિલ્લાઓમાં વરસાદી પાણીથી રોડ-રસ્તાઓની હાલત ખરાબ થઇ ગઇ છે. જેના ઘણા દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો પણ ગુસ્સે ભરાયેલા જોવા મળી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here