સી.આર. પાટીલ આકરા પાણીએઃ એકસાથે 38 નેતા સસ્પેન્ડ
અમદાવાદઃ ભાજપના નવા નીમાયેલા પ્રમુખ સી.આર. પાટીલે ગુજરાત પ્રદેશ પ્રમુખનો તાજ સંભાળતા જ કડક પગલાં ભરવાનું શરૂ કરી દીધું છે. તેઓએ મંત્રીઓની કમલમમાં બેસીને કાર્યકરોની વાતો સાંભળવાનો આદેશ કર્યા બાદ હવે તેમણે તાજેતરમાં યોજાયેલી નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં પક્ષના મેન્ડેટનો અનાદર કરનારા લોકોને સસ્પેન્ડ કરી દીધા છે.
સી. આર. પાટીલ દ્વારા વિવિધ જિલ્લામાંથી કુલ 38 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિવિધ જિલ્લાઓમાં સસ્પેન્ડ કરવામાં આવેલા લોકોમાં જોઈએ તો સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા નગરપાલિકમાં દશરથ કાળુજી પ્રજાપતિ અને નિશાબહેન દિલીપકુમાર રાવલ, પાટણની હારીજ નગરપાલિકમાં પ્રફુલ ખાનાભાઈ પરમાર, ભગવતીબેન બાબુલાલ ઠાકર, અમરતભાઈ ધર્માભાઈ પ્રજાપતિ, વિમળાબેન નરભેરામ રાવલને સસ્પેન્ડ કર્યા હતા.
બનાસકાંઠા જિલ્લાના થરાદમાં કાંતાબેન મનસુખભાઈ પંડ્યા, કાસમ ઇમામભાઈ પરમાર, નર્મદાબેન અર્જુનભાઈ રાઠોડ, કચ્છના રાપરમાં જાકબ રમઝુ કુંભાર, મહેશ્વરીબા જામસિંહ સોઢા, શકીનાબેન લાલમામદ રાઉમા, મુરજીભાી, રામજી પરમાર, હઠુભા રાણાજી સોઢા, નીલમબા ગિરિરાજસિંહ વાઘેલા, હેતલબેન નીલેશભાઈ માલી, પ્રવીણ દયારામ ઠક્કર, શૈલેષકુમાર વનેચંદ શાહ, નરેન્દ્ર મોહનલાલ સોનીને સસ્પેન્ડ કર્યા હતા.
જ્યારે રાજકોટ જિલ્લામાં ઉપલેટા નગરપાલિકામાં રણુભા નવલસિંહ જાડેજા, જેન્તીભાઈ બચુભાઈ રાઠોડ, અમિતાબેન વિરલભાઈ કાલાવડિયા, સુશીલાબા અનુભા જાડેજા, જયશ્રીબેન હરસુખભાઈ સોજિત્રા, વર્ષાબેન રાકેશભાઈ કપુપરા, ઉષાબેન ભાયાભાઈ વસરા, રમાબેન લખમણભાઈ કટારિયા, રમાબેન રમેશભાઈ ડેર, જગદીશભાઈ બાબુભાઈ કપુપુરા, દાનાભાઈ અરજણભાઈ ચંદ્રવાડિયા, રાણીબેન દાનાભાઈ ચંદ્રવાડિયા, વર્ષાબેન જેઠાભાઈ ડેર, અશ્વિનભાઈ ઉકાભાઈ બારૈયાનો સમાવેશ થાય છે.