જેતપુર ડીવીઝન પોલીસની “બુલેટ ટીમ” તૈનાત: કારણ વગર આંટાફેરા કરનારા દંડાશે

0
1075

તા.૧૩, જેતપુર: જેતપુર ડિવિઝન હેઠળ આવતા સાત પોલીસ સ્ટેશનના વિસ્તારમાં લોકો ઘરે રહે અને બહાર ખોટી રીતે ન નીકળે તે માટે પોલીસ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમ છતાં લોકો રોડ પર નહીં તો શેરી, મહોલ્લાઓમાં શેર સપાટા મારતા તેમજ અડ્ડો જમાવીને બેસતા નજરે પડે છે. 

આવા લોકોને સબક શીખડાવવા માટે પોલીસ જીપ લઈને જ્યારે ત્યાં જાય ત્યારે નાની શેરી-ગલ્લીઓ હોવાથી પોલીસ જીપ નીચે ઉતરી ત્યાં શેરીમાં પહોંચે તેટલીવારમાં તો ત્યાંથી લોકો નાશી જાય છે. આવા લોકોને પકડવા માટે પોલીસ દ્વારા બુલેટ પેટ્રોલીંગ ટીમ બનાવવામાં આવી છે. આ બુલેટ પેટ્રોલીંગ ટીમ શેરી ગલીઓમાં જઈને પોલીસ લોકોને પ્રથમ ઘરમાં રહેવાનું સમજાવશે અને ત્યારબાદ પણ ન માને તો તેના પર જાહેરનામા ભંગના પગલે ભરશે.

(તસ્વીર: રાકેશ પટેલ, જેતપુર)