CM બનવાનાં અભરખા ?? / તો હું મુખ્યમંત્રી બની ગયો હોત, CR પાટીલનો વિડીયો વાયરલ

0
667

આત્મારામ પરમારે મોટું વિચાર્યુ હોત તો હું મુખ્યમંત્રી બની ગયો હોત’

સૌરાષ્ટ્ર પ્રવાસ દરમ્યાન તેમણે અનેક ચોંકાવનારા નિવેદનો કર્યા અત્યાર સુધી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી જૂથવાદ નો સતત ઈનકાર કરતી રહી છે તેમણે જાહેરમાં કહ્યું હવે પછી ગુજરાતમાં કોઈપણ જૂથવાદ ચલાવી લેવાશે નહીં તેમણે રાજકોટમાં પણ સ્પષ્ટપણે કહ્યું રૂપાણી નો ઝભ્ભો પકડશો તો પણ મેળ નહી પડે.

ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રમુખ સીઆર પાટીલે ઝાંઝરકા ખાતે કાર્યકરોને સંબોધતા કહ્યું હતું કે 1989માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો મારી સાથે જ આત્મારામ પરમારની પણ રાજકીય કારકિર્દીનો આરંભ થયો. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની પ્રથમ સરકાર બની એ સમયે હું આત્મારામ પરમાર અને સુરતના ધારાસભ્યો કુંડનલાલ કાપડિયા સહીત અમે ત્રણે જણા સુરતથી ગાંધીનગર આવી રહ્યા હતા.

ગાડી ચલાવતો હતો ત્યારે આત્મારામ પરમાર અને કુંદનલાલ ધોળકિયા ગાડીમાં વાતો કરતા હતા કે કુંદનલાલ તમને રાજ્ય સરકારમાં મંત્રી બનાવવામાં આવે તો મને આપ ચેરમેન બનાવજો એવું આત્મારામ પરમારે કહેલું પણ કુદરતે કંઈક જુદું જ કર્યું.મને બે વખત ગુજરાત સરકારે જીઆઇડીસી અને GHCL ચેરમેન બનાવ્યો જ્યારે આત્મારામ પરમાર મંત્રી બન્યા કુંદનલાલ ધોળકિયાને કઈ ન મળ્યું જો આત્મારામ પરમારે અને કુંદનલાલ ધોળકિયાએ મુખ્યમંત્રી બનવાનું વિચાર્યું હોત તો આજે સ્થિતિ અલગ હોત

બીજેપી ના પ્રમુખ તરીકે સી આર પાટીલ ની નિમણુંક ને લઈ પાટીદાર સમાજ સહિત અનેક સિનિયર નેતાઓ નારાજ છે જોકે કોઈ ખુલી ને બોલવા તૈયાર નથી.બીજી વાત એ છે રાજય સરકાર ના પ્રધાનો ના આદેશ નું અધિકારીઓ સાંભળતા નથી તે કમલ્મ માં બેસી ને પ્રશ્નો નો ઉકેલ લાવી શકશે ખરા !

પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે સંગઠનની જવાબદારી સંભાળતાની સાથે જ સંગઠન ઉપરાંત રાજ્ય સરકાર ઉપર પણ પોતાનો અધિકાર જમાવવાનો શરૂ કરી દીધું છે રાજ્ય સરકારના મંત્રીઓ અને કમલ્મ માં આવવા માટે તેમના દ્વારા મુખ્યમંત્રીને આદેશ કરવામાં આવ્યો છે કે કમલ્મ ખાતે દર મંગળવારે ફરજિયાત પણે બે મંત્રીઓને કમલમ મોકલવાના રહેશે.