જામનગર વિજરખી રોડ પર એસ.ટી.ની ચાલુ બસમાં ઘાતક હત્યા

0
722

કાલાવડ રોડ પરના વિજરખી ગામ નજીક એક ફિલ્મી સ્ટાઈલ મર્ડરની ઘટના સામે આવી છે. જેમાં એક શખ્સે ચાલુ બસે જ છરીનાં ઘા ઝીંકી યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો. જો કે બસમાં બેઠેલા અન્ય મુસાફરોએ આરોપીને થાંભલે બાંધી પોલીસને જાણ કરતા પંચકોશી એ-ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

પોલીસનાં જણાવ્યા મુજબ બસ જામનગરથી જૂનાગઢ તરફ જઈ રહી હતી. દરમિયાન ચાલતી બસે તેમાં બેઠેલા એક શખ્સે 40 વર્ષીય હિતેશભાઈ પંડ્યા નામના યુવકને ગળાનાં ભાગે તીક્ષ્ણ હથિયારનો ઘા માર્યો હતો. જેને પગલે હિતેશભાઈનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હોઈ લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તેમના પરિવારને જાણ કરવામાં આવી છે. 

જો કે બસમાં બેઠેલા અન્ય મુસાફરોએ ચૂપ રહેવાને બદલે હિંમત દાખવી હતી. અને આરોપીને ઝડપી લઈ થાંભલે બાંધ્યા બાદ પોલીસ બોલાવી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક કાલાવડ ગામનો અને હત્યારો અમદાવાદમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. ત્યારે આરોપીએ શા માટે ચાલતી બસમાં હત્યા કરી તે જાણવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

અહેવાલ :- સાગર સંઘાણી, (જામનગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here