પ્રાંતિજ PI વાઘેલાએ હાઇવે ઓથોરીટીને નોટિસ ફટકારી : હાઈવે પર ક્ષતિને લઈ અકસ્માત થયો તો હવે જવાબદારી તમારી’

0
364

હિંમતનગર અમદાવાદ નેશનલ હાઈવે પર ચોમાસું ખાડા અને રીફેલેકશન, શાઈન બોર્ડના અભાવને લઈ નેશનલ હાઈવે ઓથોરીટીને પ્રાંતિજ પોલીસે એક પત્ર લખ્યો છે. ખાડા અને રીફલેક્શનના અભાવે અકસ્માત સર્જાશે તો હાઈવેના જવાબદાર તંત્ર સામે કાર્યવાહી કરાશે. અકસ્માતની તપાસ દરમ્યાન જાનહાનીના કારણો પણ ચકાસવામા આવશે અને હાઈવેની ક્ષતિના કિસ્સામાં પણ કાર્યવાહી કરાશે.સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવેને લઈને સ્થાનિક લોકો અને વાહનચાલકો પરેશાન છે. ફોર લેનમાંથી સિક્સ લેનમાં રુપાંતર થઈ રહેલા નેશનલ હાઈવેમાં ડાયવર્ઝન અને ખાડા ધરાવતો હોવાને લઈને વાહનચાલકો જાણે કે તોબા પોકારી ઉઠ્યા છે.

પ્રાંતિજ પીઆઇ પી.આઈ.વાઘેલા અને પોલીસતંત્ર હવે વાહનચાલકો માટે આગળ આવી છે અને નેશનલ હાઈવે ઓથોરિટીને નોટીસ લખી અકસ્માત માટે જવાબદાર હાઈવેની ક્ષતિ હશે તો કાર્યવાહી કરવામાં આવશે તેવી ચિમકી આપી છે. દિલ્હી, મુંબઈ નેશનલ હાઈવે માર્ગ સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થાય છે અને આ હાઈવે માર્ગ જાણે કે હાલ ખુબ જ બેહાલ સ્થિતીમાં છે.

નેશનલ હાઈવે ફોર લેનમાંથી સીક્સ લેનમાં રુપાંતર થઈ રહ્યો છે અને આ માટેનું કામકાજ છેલ્લા બે વર્ષથી પુરજોશમાં ચાલી રહ્યુ છે. પરંતુ નેશનલ હાઈવે ઓથોરીટી કામને ઝડપી બનાવવામાં વાહનચાલકો માટે જાણે કે લાપરવાહ હોય તેવી સ્થિતી છે. હાઈવે પર ઢંગઢાડા વિનાના ડાયવર્ઝન અને અઢળક ખાડાથી વાહનચાલકો પરેશાન છે તો વળી ડાયવર્ઝન પણ ઠેકાણા વિનાના હોય એમ જ ગમે ત્યા રસ્તો ડાયવર્ટ થતો હોય છે. પરંતુ તેના યોગ્ય દિશા સુચક નહીં હોવાને લઈને રાત્રિ દરમ્યાન તો વાહનચાલકો માટે વાહન હંકારવુ જાણે કે મુશ્કેલ બની જાય છે. આમ આ પ્રકારની જોખમી ક્ષતિઓને લઈને વાહનચાલકોના જીવને માથે જોખમ તોળાઈ રહ્યુ છે. આથી પ્રાંતિજ પોલીસ ઈન્સપેક્ટર પીએલ વાઘેલા આગળ આવ્યા છે અને તેઓએ હવે નેશનલ હાઈવે ઓથોરીટીને એક પત્ર લખીને નોટીસ પાઠવી છે કે જો આ પ્રકારની જોખમી સ્થિતીને લઈને અકસ્માત સર્જાશે તો જવાબદારી ઓથોરીટીની રહેશે.

આમ વાહનચાલકોની પરેશાની માટે હવે પોલીસ ઈન્સપેકટર જેવા અધિકારીએ પહેલ કરીને મદદરુપ થવા માટે પ્રયાસ તો કર્યો છે જ સાથે સિક્સલેન જેવા વિકાસ કાર્યને પણ નિર્માણકર્તાઓ વાહનચાલકોના જીવનું પણ ધ્યાન રાખે તે જરુરી વાત પણ યાદ કરાવી દીધી છે.  પીઆઈ કદના અધિકારીએ નોટીસ પાઠવીને નેશનલ હાઈવેના અધિકારીઓને હાઈવે પર ક્ષતિ દુર કરવા માટે દોડતા કરી દીધા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here