- કોંગ્રેસે રૂપિયા ૧.૮૪ કરોડ ખર્ચી નાખ્યા, એફબીને મોટી આવક ચાલુ રહેશે
સત્તાધારી ભાજપ દ્રારા છેલ્લા ૧૮ મહિનાના સમયગાળામાં ફેસબુક પર કુલ પિયા૪.૬૧ કરોડની જાહેરાત આપવામાં આવી છે. સામાજિક મુદ્દાઓ ચૂંટણીને લગતી બાબતો અને અન્ય રાજકીય બાબતોને ઉજાગર કરતી આ જાહેરાતો આપવામાં આવી છે. આમ ફેસબુક પર રાજકીય જાહેરાતો આપવામાં ભાજપ સૌથી આગળ રહ્યો છે.
એ જ રીતે કોંગ્રેસ દ્રારા પણ પૈસાનું પાણી કરવામાં આવ્યું છે અને તેના દ્રારા આટલા જ સમયગાળા દરમિયાન પિયા ૧.૮૪ કરોડ ની જાહેરાતો આપી દેવામાં આવી છે. કોંગ્રેસ આ લિસ્ટમાં બીજા નંબર પર રહે છે. કોંગ્રેસ પાસે પિયા ખલાસ છે તેવી હમ્બગ વાતો ફેલાવવામાં આવી હતી પરંતુ વાસ્તવિકતા જુદુ ચિત્ર બતાવે છે. કોંગ્રેસ દ્રારા પણ આ બાબતમાં જૂઠો પ્રચાર કરવામાં આવે છે.
આ બધા જ જાહેરાતો ના આંકડા સોશિયલ મીડિયા જાયન્ટ ના ટ્રેકર પર ઉપલબ્ધ છે અને કોઈ પણ વ્યકિત તે જોઈ શકે છે. આ કેટેગરીના ટોચના ૧૦ જેટલા ખર્ચ કરનારાઓમાં અન્ય ચાર જાહેરાત કરતાં પણ ભાજપ સાથે જોડાયેલા રહ્યા છે જેમાંથી પાર્ટીઓ દિલ્હીના શાસક પક્ષના રાષ્ટ્ર્રીય વડામથક નુ સરનામુ જ બતાવે છે. જે અન્ય ચાર જાહેરાત કરતા ઓછો છે તેમાં ભાજપના બે કોમ્યુનિટી પેજ નો પણ સમાવેશ થાય છે