સામાન્ય સરકારી કરજ જીડીપીના ૯૧% જેટલું થઈ જશે
કોરોનાવાયરસ મહામારી વચ્ચે અર્થતત્રં ની સામે ભયંકર પડકારો ઊભા થયા છે અને એક પછી એક ચિંતાજનક અહેવાલો અને અભ્યાસના તારણો આવી રહ્યા છે ત્યારે બીજી ચિંતાજનક હકીકત પણ બહાર આવી છે.
કેન્દ્ર સરકારની માઠી દશા હજુ પણ ચાલુ જ રહેશે કારણકે સામાન્ય સરકારી કરજ ચાલુ નાણાકીય વર્ષના અંતે જીડીપીના ૯૧ ટકાની ઐતિહાસિક સપાટી પર પહોંચી જવા ની ધારણા છે. મોતીલાલ ઓસ્વાલ ફાઈનાન્સિયલ સર્વિસીઝના અર્થશાક્રીઓ દ્રારા આ પ્રકારની લાલબત્તી ધરવામાં આવી છે.
ભારે ચિંતાજનક હકીકત એ છે કે ૧૯૮૦માં ડેટા જાળવવાની શઆત થઈ ત્યારથી અત્યાર સુધીનો આ રેકોર્ડ અનુમાન છે અને કરજની આવી ભયંકર સપાટી પ્રથમવાર જ જોવા મળશે. સરકારે ઉધાર કરવામાં જરા પણ કચાશ રાખી નથી.
અર્થશાક્રીઓના અહેવાલ મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૦માં સામાન્ય સરકારી કરજ જીડીપી રેસિયો ના ૭૫ ટકા જેટલો હતો. નાણાકીય વર્ષ ૨૦૩૦ સુધીમાં કરજના રેશિયો નું પ્રમાણ ૮૦% ના સ્તર પર પહોંચી જવાનો ખતરો રહેલો છે.
એ જ રીતે આગળના સમયમાં પણ વૃદ્ધિમાં ઘટાડો થતો રહેશે અને કરજમાં ભારણ સતત વધતું રહેશે અને આ પ્રક્રિયા ૨૦૪૦ સુધી યથાવત રહેશે તેવી આગાહી પણ અર્થશાક્રીઓ દ્રારા કરવામાં આવી છે અને કેન્દ્ર સરકાર માટે આ ખૂબ જ ચિંતાનો વિષય છે એ જ રીતે રાય સરકારો માટે પણ સૌથી વધુ ચિંતા છે કારણ કે આ કરજમાં કેન્દ્ર સરકાર સાથે રાય સરકારો પણ જોડાયેલી છે અને સ્વાભાવિક રીતે જ એમના પર પણ ભારણ વધતું રહેશે.