ગુજરાતમાં યુપી જેવો ગુંડા એકટ આવશે

0
265

ગુનાખોરી અને કેટલાક ગંભીર પ્રકારના ગુનામાં આ નવા કાયદા હેઠળ પોલીસને અમર્યાદિત સત્તા મળી શકે છે: પાસા એકટમાં પણ તોળાતા ફેરફાર

ગુજરાત સરકાર રાજ્યમાં ગુનાખોરી અને ગુનેગારોને કાબૂમાં લેવા માટે નવો કાયદો લાવવા માગે છે. આ કાયદો ઉત્તર પ્રદેશના કંટ્રોલ્સ ઓફ ગુન્ડાઝ એકટ સમાન હશે. સૂત્રો મુજબ સરકાર આ કાયદાને વિધાનસભાના આગામી સત્રમાં રજૂ કરી શકે છે અથવા તો અધ્યાદેશ લાવીને લાગુ કરી શકે છે. જોકે રાયના ટોચના બ્યુરોક્રેટસ જેમાં  અધિકારીઓ પણ સામેલ છે તેઓ આ નવા સુચિત કાયદા સામે રેડ સિલ આપી રહ્યા છે. ટોચના અધિકારીઓનું માનવું છે કે પોલીસના હાથમાં અસિમિત સત્તા ધરાવતો કાયદો આપો દેવાથી તેનો ગેરઉપયોગ થઈ શકે છે.


સૂત્રો મુજબ માનવ તસ્કરી, ગૌવશં હત્યા, નાણાંકીય છેતરપીંડી સહિતના ગુનાઓ, જાહેલ મિલકતને નુકસાન પહોંચાડવાનો ગુનો, સરકારની વિદ્ધ કોઈ સમાજને ભડકાવવો અથવા તેના જેવું કૃત્ય આવા ગુનાઓ આ સુચિત કાયદામાં જોડવામાં આવી શકે છે.


રાજ્યના ગૃહ પ્રધાન પ્રદિપ સિંહ જાડેજાએ કહ્યું કે ‘અમે હાલ પાસા એકટમાં સુધારા માટે અને નવા કંટ્રોલ ઓફ ગુંડાઝ એકટ અંગે ખૂબ જ ગંભીર રીતે વિચારણા કરી રહ્યા છે. પરંતુ હાલના તબક્કે કઈં કહેવું તે વધારે પડતું કહેવાશે.’


સરકારના ઉચ્ચ સુત્રોએ કહ્યું કે ‘ રાયમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને રાખીને મુખ્યમંત્રી અને રાયની કેબિનેટે અધિકારીને નવો કાયદો અને સુધારીત કાયદો તેમજ અધ્યાદેશ માટેની જરી તૈયાર કરવા માટે જણાવ્યું છે. આપણે ત્યાં પણ નવો ગુંડા કંટ્રોલ એકટ હશે જે હાલ ઉત્તર પ્રદેશમાં લાગુ ગુંડા એકટ જેવો હોઈ શકે છે. આ કાયદાથી પોલીસ અને તપાસ એજન્સીઓ પાસે સત્તા આવશે કે તેઓ અસામાજીક તત્વો સામે પગલા લઈ શકશે. આ વિધાનસભામાં એક કાયદા તરીકે અથવા અધ્યાદેશ તરીકે રજુ કરવામાં આવી શકે છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here