જેતપુર સીટી પોલીસ જવાનો માટે સેનીટાઇઝર સેન્સર ટનલ ડોનેટ કરાયું

0
874

જેતપુર તા.૧૩: જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં સેનીટાઇઝર ટનલ ગોંડલના યુવક દ્વારા વિનામૂલ્યે રક્ષણ માટે બનાવી આપવામાં આવેલ હતી.કોરોના વાયરસનો હાહાકાર મચી ગયો છે, ત્યારે ખાખી વરદી પહેરેલા પોલીસ જવાનો પોતાની ડ્યુટીમાં અડીખમ ઉભા રહીને સમગ્ર દેશમાં સેવા કરી રહ્યા છે. કોરોના વાયરસનો ચેપ કોઇપણ પોલીસને લાગે નહીં તે માટે ગોંડલના યુવાન મિહીર નવીનભાઇ ગજેરા(ઉ.રપ)નામના યુવકે પોતાની લક્ષ્મી હાફટેક કંપનીમાં સેન્સર સેનેટાઇઝર ટર્નલ બનાવવાનો વિચાર આવ્યો હતો.મીહીરે જણાવેલ કે, વિદેશના લોકો મોલ, દુકાન, જાહેર સ્થળો ઉપર કઈ રીતે સેનેટાઇઝર થઇને લોકોની અવન જવન કરી શકે તે માટેના શોશ્યલ મિડીયા ઉપર વિડીયો જાઇને એક ઉમદા વિચાર આવ્યો કે, ભારતની ઇકોનોમીના બજેટ મુજબ આપણે પણ કંઇ કરીએ તે માટે તેને મેનેટેનસ ફ્રી પ્રોડક્સ બનાવી જેમાં પંપ, સેન્સર, ફોગનોઝલ, ટાઇમર, આઇસોલેશન સ‹કટનો ઉપયોગ કરી એક સેન્સર સેનેટાઇઝર બનાવીને સૈ પ્રથમ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન અને જેતપુર સીટી પોલીસમાં ડોનેટ કરી હતી.પોલીસ જવાનો દિવસ દરમીયાન બહાર રોડ ઉપર સેવામાં હોય ત્યારે તેના શરીર ઉપર કે કપડામાં કોઇપણ ઇફેકટીવ કણ ચોટી ગયા હોય તો તે નાબુદ થાય તે માટે હાઇડ્રોપેરોક્ષસાઇડ કેમીકલથી સેનેટાઇઝર બનાવીને પ૦ લી.માં પ૦૦ વખત અવન-જવન થઇ શકે તેવું સેન્સર ફીટ કરવામાં આવેલ છે.

આ ટર્નલમાં પ્રવેશતા પહેલા હાથ ઉચા રાખીને ફરવાનું જેથી ત્રણ સેંકડમાં શરીરના તમામ ભાગ ઉપર સેનેટાઇઝર સ્પે. થઇ શકે, જા કે ઓન-ઓફ સ્વીચ કરતા સેન્સરથી સેનેટાઇઝરનો જરૂર મુજબ જ ઉપયોગ થતો રહે છે.પહેલું મશીન ૧ર કલાકમાં તૈયાર કરવામાં આવેલ હતું, જા કે બેઝીક કોસ્ટીંગ રૂ.ર૧૦૦૦માં તૈયાર થાય પરંતુ સરકારના કોઇપણ ક્ષેત્રમાં માત્ર રૂ.૧૦૦૦૦માં સમગ્ર કીટ ફીટ કરવામાં આવશે તેમજ શરૂઆતના પાંચ મશીનો પોલીસ સ્ટેશન, એસઆરપી, સબજેલ તથા રેલ્વે પોલીસને ડોનેટ કરવામાં આવશે. જ્યારે સરકારની જરૂરીયાત મુજબ એક દિવસમાં ૧૦થી પણ વધુ બની શકે તેવી પણ ક્ષમતા ધરાવી શકે છે.જેતપુર ડીવાયએસપી સાગર બાગમાર, સીટી પીઆઇ વી.કે.પટેલ, એસઓજી ટીમના એચ.જી.પલ્લાચાર્યએ આ મશીન બનાવનાર ટીમના મિહીર ગજેરા, વિપુલ ડોબરીયા, અશ્વીન પારખીયા, યોગેશ ટીસોટીયા, મનીષ રામોતીયા, ગીરધર ડાંગર તથા અક્ષય ઠુંમરને અભિનંદન પાઠવી મશીન ડોનેટ કરવા બદલ આભારપત્ર પણ એનાયત કરવામાં આવેલ હતો.

તસ્વીર:- રાકેશ પટેલ, જેતપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here