દેશને બ્રોન્ઝ મેડલ અપાવનારા ખેલાડીએ માતા અને પત્નીનું ગળું કાપીને કરી નિર્મમ હત્યા.

0
291

હાલમાં અકસ્માતની તેમજ હત્યાની ઘટનાઓમાં સતત વધારો જ થતો જાય છે. ત્યારે હાલમાં આવી જ એક હત્યાની ઘટના સામે આવી રહી છે.પૂર્વ એશિયન ચેમ્પિયનશિપ મેડાલિસ્ટ ઈકબાલ સિંહ બોપરાઈની અમેરિકામાં આવેલ પેસિંલવેનિયામાં કુલ 2 લોકોની હત્યાનાં ગુનામાં ધરપકડ કરવામાં આવી છે.

અમેરિકામાં આવેલ ન્યુટન સ્ક્વેર હોમમાં ઈકબાલે એમની પત્ની તેમજ માતાની હત્યા કરી નાખી હતી. ત્યારપછી આત્મહત્યાનો પ્રયત્ન પણ કર્યો હતો. જો, કે ત્યારબાદ એણે પોતાના પુત્રને કોલ કરીને પોલીસને બોલાવવાં માટે જણાવ્યું હતું.

કુલ 63 વર્ષનાં ઈકબાલે વર્ષ 1983માં કુવૈતમાં થયેલ એશિયલ એથ્લેટિક્સ ચેમ્પિનશીપમાં શોટપુટમાં ભારતની માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.જ્યારે ન્યુટાઉનશીપ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી ત્યારે તેઓએ જોયું હતું, કે ઈકબાલ સિંઘ લોહીથી લથપથ છે.

પોલીસે તાત્કાલિક તેઓને હથકડી પહેરાવી હતી તથા જ્યારે પોલીસે ઘરમાં પ્રવેશ કર્યો હતો ત્યારે નસીબ કૌરનો મૃતદેહ બેડરૂમનાં ફ્લોર પર પહેલો હતો તથા આજુબાજુ લોહીનું ખાબોચિયું પણ ભરાઈ ગયું હતું. તેઓનું ગળું કપાયેલ હાલતમાં જોવાં મળ્યું હતું.

જ્યારે તેઓની જસપાલ કૌરનો મૃતદેહ ઉપરનાં માળે બાથરૂમની પાસે મળી આવી હતી તેમજ તેઓનું પણ ગળું કાપી દેવામાં આવ્યું હતું.પત્ની તથા માતાની હત્યા કર્યા પછી ઈકબાલ સિંઘે એમના પુત્રને કોલ પણ કરીને જણાવતાં કહ્યું હતું, કે મેં એ બંનેને મારી નાખ્યા છે. મેં તારી માતા તેમજ દાદીની પણ હત્યા કરી છે.

પોલીસને કોલ કરીને મને પકડી જવાં માટે કહે. ત્યારબાદ એણે પોતાની દીકરીને પણ કોલ કર્યો હતો. ત્યારબાદ તેમણે આત્મહત્યાનો પણ પ્રયત્ન કર્યો હતો.ઈકબાલ સિંઘ પાડોશીઓમાં પણ ઘણો જાણીતો હતો. પાડોશીઓ જણાવતાં કહ્યું હતું, કે એ સવારમાં કસરત તથા પ્રાર્થના પણ કરતો હતો.

આની સાથે જ ટેક્સી ડ્રાઈવર તરીકે પણ કામ કરતો હતો. જો, કે પત્ની તેમજ માતાની હત્યા કેમ કરી તે બાબતે હજુ કોઈપણ કારણ જાણવા મળ્યું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here