કેન્દ્ર અને રાજ્યની મહત્વની યોજનાઓના પ્રચાર અને પ્રસાર માટે જાહેર સાહસોના પદાધિકારીઓને પણ ફિલ્ડમાં જવા આદેશ પાટીલ હવે ઉત્તરગુજરાતનો પ્રચાર કરશે
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના આદેશને પગલે એક તરફ રાજ્ય સરકારના મંત્રીઓએ પ્રદેશ કાર્યાલય કમલમમાં બેસવાનું શરૂ કયુ છે ત્યારે ફરી એક નવા આદેશ પ્રમાણે મંત્રીઓએ વિકએન્ડમાં હવે ફિલ્ડવર્ક પણ કરવું પડશે, એટલે કે કેબિનેટના મંત્રીઓના ચાર દિવસ રિઝર્વ થઇ ગયા છે.
જનતાના કામો કરો અને જનતાની વચ્ચે જાવ એવા પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના આદેશ પછી નાયબ મુખ્યમંત્રી થી કેબિનેટના તમામ સભ્યો અને બોર્ડ–નિગમના પદાધિકારીઓ તેમનો વિકએન્ડ જનતાની વચ્ચે પસાર કરશે. પ્રમુખનો આદેશ છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રજાલક્ષી જે જાહેરાતો કરે છે તેનો ગ્રામ્ય સ્તર સુધી પ્રચાર અને પ્રસાર થાય તે આવશ્યક છે તેથી કેબિનેટના મંત્રીઓ અને પદાધિકારીઓને લોકોની વચ્ચે જવું પડશે.
સીઆર પાટીલ એ ભાજપના ઢીલા અથવા તો રબરસ્ટેમ્પ નથી તે તેમના આદેશથી સાબિત થાય છે. સરકારના મંત્રીઓ માટે તેમનો પહેલો નિર્ણય એવો હતો કે કેબિનેટના તમામ મંત્રીઓએ સાહમાં બે દિવસ સોમવાર અને મંગળવારે પાર્ટીના મુખ્ય કાર્યાલય કમલમમાં આવીને ભાજપના કાર્યકરોની રજૂઆતો અને પ્રશ્નોને સાંભળવા પડશે. આ આદેશ પછી મંત્રીઓ કમલમમાં આવતા થયાં છે.
સીઆર પાટીલનો બીજો આદેશ એવો છે કે કેબિનેટના મંત્રીઓએ વિકએન્ડમાં જનતા સુધી જવું પડશે અને કેન્દ્ર તેમજ રાય સરકારની પ્રજાલક્ષી યોજનાઓ લોકો સુધી પહોંચાડવી પડશે. રાજ્ય સરકારે ખેડૂતલક્ષી જે નિર્ણયો લીધા છે તેનો પ્રચાર કરવાનું કામ શુક્રવારથી કરી દેવામાં આવશે. ગુજરાતમાં શુક્રવાર થી ત્રણ દિવસ સુધી કેબિનેટના મંત્રીઓ અને બોર્ડ–નિગમના પદાધિકારીઓએ પ્રવાસ કરવો પડશે. આ પ્રવાસ દરમ્યાન તેઓ કિસાન સહાય યોજનાનો પ્રચાર કરશે.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત કેબિનેટના ૧૯ મંત્રીઓ તેમજ બોર્ડ–નિગમના ચેરમેન સહિત ૩૦ સરકારી પદાધિકારીઓ સાત પગલાં ખેડૂત ભણીના બેનર સાથે તેમને ફાળવવામાં આવેલા જિલ્લાઓમાં જશે.
દરમ્યાન, સીઆર પાટીલ સૌરાષ્ટ્ર્ર પછી હવે ઉત્તર ગુજરાતના પ્રવાસે જવાના છે. તેઓ ત્રીજી સપ્ટેમ્બર થી ઉત્તર ગુજરાતના પ્રવાસનો પ્રારભં યાત્રાધામ અંબાજી મંદિરના દર્શન સાથે કરશે. તેઓ ભાજપના કાર્યકરોની રજૂઆતો તેમજ પ્રશ્નોને સાંભળશે. નવા સંગઠનની રચના પહેલાં તેઓ રાયના તમામ ઝોનનો પ્રવાસ કરીને મંતવ્યો મેળવશે અને ત્યારબાદ પસંદગીના હોદ્દેદારોની યાદી હાઇકમાન્ડની સૂચના પછી જાહેર કરશે