આજથી ચાર દિવસ મધ્ય અને ઉત્તર ભારતમાં ભારે વરસાદની આગાહી

0
364

દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર વધ્યું: અનેક નદી ખતરાના નિશાન પર વહી રહી છે

ઓડિશાના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાને કારણે અનેક વિસ્તારમાં પૂરની સ્થિતિ ઉભી થઈ હતી, યારે જમ્મુ કાશ્મીરના મોટાભાગના વિસ્તારમાં ત્રણ દિવસથી થઈ રહેલ વરસાદને કારણે મુખ્ય નદીઓનું જળસ્તર વધી ગયું છે. ત્યારે જમ્મુમાં ૧૯ લોકોને ડુબવાથી બચાવવામાં આવ્યા હતા. ભારત હવામામ વિભાગે આગામી ચાર દિવસ મધ્ય અને ઉત્તર ભારતમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, અણાચલ, પ્રદેશ, અસમ, મેઘાલય, ગુજરાત અને ગોવાના અનેક વિસ્તારમાં ભારે વરસાદની શકયતા દર્શાવવામાં આવી છે.


યારે બિહારમાં ગંગા નદીના અનેક સ્થાનો પર ખતરાના નિશાનથી ઉપર રહેવાને કારણે રાયમાં ૮૩.૬૨ લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. જોકેત અધિકારીઓએ જણાવ્યું કે, ઉત્તર પ્રદેશમાં પૂરની સ્થિતિમાં ગુવારે કેટલાક સુધારા જોવા મળ્યા. રાયમાં પૂર પ્રભાવિત જિલ્લાની સંખ્યા ૧૯થી ઘટીને ૧૭ રહી ગઈ છે. દિલ્હીમાં પણ વાદળછાયુ વાતાવરણ રહેતા ગરમીમાં રાહત મળી છે. યારે સાંજ સુધી દિલ્હીમાં અનેક વિસ્તારમાં વરસાદ પણ થયો હતો.


દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર ગુવારે સવારે થોડું વધ્યું અને નદી હવે ખતરાના નિશાન પર વહી રહી છે. સિંચાઈ અને પૂર નિયંત્રણ વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, બુધારે સાંજે છ કલાકે જૂના રેલવે પુલ પર નદીનું જળસ્તર ૨૦૩.૬૮ મીટર નોંધાયું હતું, જે સવારે વધીને ૨૦૩.૭૭ થઈ ગયું. ત્યારે હવામામ વિભાગે ગુવારે ચેતવણી આપી છે કે પૂર્વ મધ્ય પ્રદેશના ચાર જિલ્લા બાલાઘાટ, ટીકમગઢ, દમોહ અને સાગરમાં આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદ પડી શકે છે.


હવામાન વિભાગેના બુલેટીન અનુસાર આજથી ચાર દિવસ ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, અણાચલ, પ્રદેશ, અસમ, મેગાલય, ગુજરાત અને ગોવાના અનેક વિસ્તારમાં ભારે વરસાદની શકયતા દર્શાવવામાં આવી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here