રિયા ચક્રવર્તિની આજે સીબીઆઈ દ્વારા થશે પૂછપરછ

0
335

અભિનેતા સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં તપાસ કરી રહેલી સીબીઆઈએ આજે અભિનેત્રી અને તેની પ્રેમિકા રિયા ચક્રવર્તિની મેરેથોન પૂછપરછ કરી છે. સુશાંતના મિત્રો અને તેના સ્ટાફની પૂછપરછ કર્યા બાદ આજે સીબીઆઈએ રિયાને સમન્સ પાઠવી પૂછપરછ માટે બોલાવી છે. જણાવી દઈએ કે  પહેલા સીબીઆઈએ રિયાના ભાઈ શૌવિક ચક્રવર્તીની 14 કલાક પુછપરછ કરી હતી. 

રિયા આજે સવારે તેના ભાઈ શોવિક ચક્રવર્તિ સાથે ડી.આર.ડી.ઓ. ગેસ્ટ હાઉસ ખાતે ગઈ હતી અને પૂછપરછનો સામનો કર્યો હતો. અત્રે ઉલેખનીય છે કે, રિયાએ પોતે સૌથી પહેલા આ કેસમાં સીબીઆઈની તપાસ માગી હતી અને ગઈકાલે એક ચેનલને આપેલા ઇન્ટરવ્યુંમાં પણ કહ્યું હતું કે, સીબીઆઈ આ કેસમાં સત્ય બહાર લાવે તેવું હું ઈચ્છું છું. 

સીબીઆઈ છેલ્લા ૬ દિવસથી મુંબઈમાં અલગ અલગ એન્ગલથી આ કેસમાં તપાસ કરી રહી છે અને આ તપાસ દરમિયાન ડ્રગનો મામલો સામે આવતા નાર્કોટિક કંટ્રોલ બ્યુરોએ પણ તપાસમાં ઝુકાવ્યું છે.