વડાપ્રધાનના હોમટાઉનમાં મ્યૂઝિક યુનિવર્સિટી, ઈન્ડોર સ્ટેડિયમ, હેરિટેજ પાર્ક બનાવાશે

0
87

વડનગરને મુખ્ય પર્યટન સ્થળ તરીકે વિકસિત કરાશે: યોજના પાછળ સરકાર આશરે ૧૨૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વતન વડનગર ટૂંક સમયમાં એક મુખ્ય પર્યટન સ્થળ બની જશે. પ્રાચીન બોદ્ધિક સાઈટ પર હેરિટેજ મ્યૂઝિયમ અને નવું ઈનડોર સ્ટેડિયમ બનાવાશે. આ સિવાય ત્યાં મ્યૂઝિક યુનિવર્સિટી પણ ઉભી કરાશે–જેને તાના–રીરી નામ આપવામાં આવશે. તાના–રીરી બહેનો વડનગરના વતની હતા અને તેમણે ચાર સદીઓ પહેલા સંગીતની પ્રેકિટસ કરી હતી અને તેને પ્રોત્સાહન આપ્યું હતું.


પાંચ એકરમાં ફેલાયેલા નવા ઈનડોર સ્પોટર્સ કોમ્પલેકસનું કામ શ થઈ ગયું છે. યારે હેરિટેજ મ્યૂઝિમ–કમ–કોમ્પ્લેકસનું કામ આગામી મહિનાઓમા શ થશે તેવી શકયતા છે.
એકંદરે, આ કામગીરીમાં ૧૨૦ કરોડ પિયા પિયા કરતાં વધારેનો ખર્ચ થશે તેવો રાય સરકારનો અંદાજ છે. ‘સ્પોટર્સ કોમ્પલેકસ અને મ્યૂઝિક યુનિવર્સિટીના નિર્માણ પાછળ આશરે ૧૦–૧૦ કરોડ પિયાનો ખર્ચ થશે. હેરિટેજ મ્યૂઝિયમ બનાવવામાં ૧૦૦ કરોડ પિયાનો ખર્ચ થશે કારણ કે તેમાં અત્યતં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે’, તેમ ડેવલપમેન્ટના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું.
સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે, ઈનડોર સ્પોટર્સ કોમ્પલેકસનું નિર્માણ કામ મે ૨૦૨૧ સુધીમાં પૂ થઈ જશે. ‘સ્પોટર્સ કોમ્પલેકસ તમામ આધુનિક સુવિધાઓથી સ હશે. જમીન સંપાદન પૂર્ણ થવાને નજીક છે અને આગામી બે વર્ષમાં ત્યાં વધુ સ્પોટર્સ સુવિધાઓ ઉમેરવામાં આવશે’, તેમ સરકારી સૂત્રોએ જણાવ્યું હતું.


‘હાઈટેક પ્રાયોગિક હેરિટેજ મ્યૂઝિયમનું કામ ચાલુ છે. આર્કિઆલજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (એએસઆઇ) મ્યૂઝિયમ કોમ્પલેકસ માટે વિશેષ એજન્સીઓ સાથે કામ કરી રહ્યું છે. યાં લોકો ખોદકામ કરાયેલા સ્થળોની સાથે વાસ્તવિક કળા, તેના તથ્યો અને ખોદકામ દરમિયાન મળી આવેલી વસ્તુઓ જોઈ શકે છે’, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.


સૂત્રોએ તેમ પણ કહ્યું કે, મુલાકાતીઓ વડનગરના ઈતિહાસમાં થયેલી પ્રવૃતિઓના ડિજિટલ ફોટો પણ જોઈ શકશે. ‘૨૦૨૦ના અંતમાં અથવા ૨૦૨૧ની શઆતમાં કામ શ થવાની શકયતા છે’, તેમ સરકારી સૂત્રોએ જણાવ્યું હતું.


સૂત્રોએ કહ્યું કે, રાજ્ય સરકારે વડનગર ખાતે નવી મ્યૂઝિક કોલેજ બનાવવાની મંજૂરી આપી છે, જે ગુજરાતની પહેલી મ્યૂઝિક યુનિવર્સિટી તરીકે વિકસિત થશે.
‘વડનગર સંગીતનો સમૃદ્ધ ઈતિહાસ ધરાવે છે કારણ કે તાના–રીરી બહેનો ત્યાં રહ્યા હતા અને મ્યૂઝિકના વિકાસ માટે પ્રયાસ કર્યેા હતો. મ્યૂઝિક યુનિવર્સિટીનું નામ તાના રીરી મ્યૂઝિક યુનિવર્સિટી રાખવામાં આવશે’, તેમ સૂત્રોએ કહ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here