જામનગરની જનતા માટે સતત કાર્યશીલ એવા અતુલભાઇ ભંડેરીની શું માંગ છે જોઈએ…

0
1138

જામનગરમાં દરરોજ મૃત્યુઆંક વધી રહ્યો છે ત્યારે સોનાપુરી સ્મશાન ગૃહની ઈલેક્ટ્રિક ભટ્ટી બંધથઈ જતાં અગ્રિદાહમાં પણ વઈટીંગની પરિસ્થિતિ નિર્માણ થતાં જામનગરના જાગૃત નગર સેવક અતુલભાઈ ભંડેરીએ રાજયના કુ બિનેટ મંત્રી આર.સી. ફળદુને લેખિત રજૂઆત કરી તાકિદે કિન્ના પાર્ક નજીક નિર્માણ થનારા ત્રીજા સ્મશાન ગૃહની કામગીરી ઝડપી બનાવવા માંગ કરી છે.
નગરસેવક અતુલભાઈ ભંડે રીના જણાવ્યા મુજબ જામનગર શહેર માં પવનચક્કીથી દરેડ અને લાલપુર બાયપાસ સુધીના વિસ્તારમાં હાલ દોઢ લાખથી વધુ. માનવ વસવાટ થઈ રહ્યો છે અનેઆ વિસ્તારની સુવિધા માટે ત્રીજું સ્મશાન બનાવવા માંગણી કરવામાં આવતાં રાજ્ય સરકાર દ્વારા લાલપુર બાયપાસ ઉપર આવેલાં ક્રિષ્ના પાર્ક નજીક સ્મશાન બનાવવા જગ્યા પણ ફાળવવામાં આવી છે અને આ.મામલે જિલ્લા કલેકટર દ્વારા માહાનગર પાલિકાને જમીન પણ સૌંપી દેવામાં આવી છે.

બીજી તરફ જામનગર મહાનગર પાલિકા દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦ના બજેટમાં રૂ.૨ કરોડના ખર્ચે ક્રિષ્ના પાર્ક નજીક સ્મશાન ગૃહ બનાવવા માટે લીલી ઝંડી આપી દેવામાં આવી હતી, પરંતુ કોઈપણ કારણોસરઆ કામગીરી અટકી પડી છે ત્યારે તાત્કાલિક ધોરણે ટેન્ડર પ્રક્રિયા કરી ત્રીજા સ્મશાન ગૃહની કામગીરી શરૂ કરવા રાજયના કે બિનેટ મંત્રી આર.સી. ફળદુને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે

જામનગરમાં આદર્શસ્મશાન તથા ગાંધીનગર સ્મશાન ગૃહમાં લોકોને અગાઉથી થી એપાઈન્ટમેન્ટ લેવા અનુરોધ કરાયો છે અને દરરોજ મૃત્યુઆંક વધી રહ્યો ત્યારે લોકોના મૃત્યુ નીપજતાં હોય લોકોને અંતિમ વિધિ માટે પણ વધુમાં વધુ કલાકો નો સમય બગાડવો પડેછે. આ સંજોગોમાં જો લાલપુર બાયપાસ ઉપર કિષ્ના પાર્ક નજીક ત્રીજું સ્મશાન ઝડપભેર શરૂ કરવામાં આવે તો અગ્રિ દાહ જેવી વિધિમાં લોકોને પડતી મુક્કેલી દૂર થઈ શકશે.

ઉલેખનિય છે કે, જામનગરના સૌથી જૂના સોનાપુરી આદર્શ સ્મશાન ગૃહમાં ઈલેક્ટ્રીક ભટ્ટી બંધ થઈ જવાથી અગ્રિદહ માટે ફરજિયાતપણે લાકડાંના સ્મશાન ગૃહનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. તેમાં ચોમાસાની સિઝનમાં નદીના પાણી સ્મશાન ગૃહમાં ઘૂસી. જતાં હોય લોકોને પાણીમાં ઉભા રહી અંતિમ વિધિ કરવી પડે છે.આવી પરિસ્થિતિમાં જો લાલપુર બાયપાસ ઉપર કિષ્ના પાર્ક નજીકે ત્રીજા સમશાન ગૃહની કામગીરી ઝડપી.બનાવવામાં આવી હોત તો મોતનો મલાજો જળવાવાની સાથે-સાથે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ તેમ ન હોવાનું જણાવી નગર સેવક અતુલભાઈ ભંડેરી એ કેબિનેટ મંત્રીને કરેલી રજૂઆતમાં જામનગરની ૭ લાખની વસતિને ધ્યાને લઈને ત્રીજા સ્મશાન ગૃહની ટેન્ડરની પ્રક્રિયા ઝડપી પૂર્ણ થાય એવી માંગ ઉઠાવી છે

અહેવાલ :- સાગર સંઘાણી જામનગર