જ્યોતિ CNC દ્વારા નિર્માણ સ્વદેશી ‘ધમણ’ વેન્ટીલેટર તમામ પરિક્ષણોમાંથી પાસ

0
188

કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય વિભાગના વડાએ વેન્ટીલેટર ૧૦૦% સફળ હોવાનું આપ્યું સર્ટીફીકેટ : તમામ પરીક્ષણો અને બારીક નિરીક્ષણ પછી તમામ પરીક્ષાઓ પાસ કરી ‘ધમણ’ સૌથી સલામત અને અત્યાધુનિક હોવાનું જણાવ્યું : ‘ધમણ’ વિશે કુપ્રચાર કરનાર અને કંપનીને બદનામ કરનારાઓને મળ્યો બોધપાઠ : ભારત સરકારે જ્યોતિ સીએનસીને પાંચ હજાર વેન્ટીલેટર ખરીદવા ઓર્ડર આપવામાં આવ્યો : તમામ કસોટીઓમાંથી ધમણ વેન્ટીલેટર ૧૦૦% ખરૂ ઉતર્યું : સૌથી વધુ વિશ્વાસપાત્ર સાબિત થયું : જ્યોતિ સીએનસીના પરાક્રમસિંહ જાડેજાએ પત્રકારોને આપી માહિતી

રાજકોટ તા. ૨૮ : રાજકોટની જ્યોતિ સીએનસી દ્વારા નિર્માણ કરવામાં આવેલ ‘ધમણ’ વેન્ટીલેટર તમામ વિશ્વસનિય પરીક્ષણોમાંથી અને કસોટીમાંથી સંપૂર્ણપણે પાસ થયું છે. આ વેન્ટીલેટર સૌથી આધુનિક અને સૌથી વધુ સફળ હોવાનું પ્રમાણપત્ર પણ મળ્યું છે એવું આજે જ્યોતિ સીએનસીના સર્વેસર્વા એવા પરાક્રમસિંહ જાડેજાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

ભારત સહીત વિશ્વભરમાં જયારે કોરોના વાયરસ ના કેસ દિવસ-રાત ખુબજ વધી રહ્યા છે  ત્યારે ગુજરાતમાંથી એક રાહત ના સમાચાર આવ્યા છે. આપણા ગુજરાતની જયોતિ સી.એન.સી. દ્વારા ઇન્ડિજીનયસ ટેકનોલોજી સાથે તૈયાર થયેલું ભારતનું અત્યાધુનિક ‘ધમણ’ વેન્ટિલેટર તમામ પરીક્ષણોમાંથી પસાર થઈને આજે આપણા સમક્ષ ઉપલબ્ધ બન્યું છે.

જયોતિ સી.એન.સી. ના પરાક્રમસિંહ જાડેજાએ તબીબી ક્ષેત્રના નિષ્ણાંત ડોકટરોના સલાહ-સૂચન મુજબ એક પડકારને અવસરમાં ફેરવીને ‘મેક ઈન ઇન્ડિયા’ ને સાર્થક કરતુ ‘ધમણ’ વેન્ટિલેટર તૈયાર કર્યું છે. ચુનંદા ૧૫૦ એન્જીનીયરો અને તબીબી જગતના નિપુણ ડોકટરોની સીધી આગેવાની હેઠળ જયોતિ સી.એન.સી. ની સ્ટેટ-ઓફ-ધ-આર્ટ ફેકટરીમાં આજે ‘ધમણ’ વેન્ટિલેટર ધમધમતા થયા છે.

ભારતમાં જયારે કોરોના વાયરસે ગુપચુપ પ્રવેશ કરીને સહુને ચોંકાવી દીધા ત્યારે માસ્ક, સેનિટાઇઝર અને અત્યાધુનિક વેન્ટિલેટરની તત્કાલ જરૂરિયાત ઉભી થઇ હતી. સરકારે ચારેકોર નજર દોડાવવાની શરૂઆત કરી એજ સમયે એન્જીન્યરીંગ ક્ષેત્રે દુનિયાભરમાં ડંકો વગાડતી જયોતિ સી.એન.સી. ના પરાક્રમભાઈએ સંકટના સમયે દેશ માટે તાતી જરૂરિયાત એવા વેન્ટિલેટર બનાવવાનું બીડું ઝડપી લીધું. પરાક્રમભાઇએ સૌ પ્રથમ એક વેન્ટિલેટર મશીનનો ખુબજ બારીકાઈથી અભ્યાસ કર્યા પછી તબીબી ક્ષેત્રના નિષ્ણાંત ડોકટરો સાથે દિવસ-રાત ચર્ચા, સલાહ અને માર્ગદર્શન મેળવીને ખુબજ ટૂંકા ગાળામાં વેન્ટિલેટર ની પ્રાથમિક જરૂરિયાત સાથેનું સૌથી પહેલું બેઝિક મોડલ ‘ધમણ-૧’ તૈયાર કરી આપ્યું, તમામ પ્રકારના જરૂરી પરીક્ષણો અને નિરીક્ષણ પછી ‘ધમણ-૧’ વેન્ટિલેટર તૈયાર હોવાની જાહેરાત કરી.

અહીં ‘ધમણ-૧’ તૈયાર કરતી વખતે જયોતિ સી.એન.સી. ના પરાક્રમભાઈએ દેશ ઉપર આવી પડેલી કોરોનારૂપી આફતમાં સૌ પ્રથમ ૧૦૦૦ (એક હજાર) વેન્ટિલેટર સરકારને વિના મુલ્યે આપવાની જાહેરાત કરી. એ સમયે જયારે કોરોના વાયરસ દેશભરમાં હાહાકાર મચાવી રહ્યો હતો ત્યારે પરાક્રમભાઈના સાહસને બિરદાવીને જયોતિ સી.એન.સી. ના હિતેચ્છુઓ તેમજ અન્ય સંસ્થાઓએ પણ વિના મુલ્યે વેન્ટિલેટર આપવાના ભગીરથ કાર્યમાં જોડાવવા આહવાન કર્યું.

આમ એક તરફ જયારે દિવસ-રાત અથાગ મહેનત પછી જયોતિ સી.એન.સી દ્વારા લગભગ ૮૬૨ (આઠસો બાસઠ) જેટલા વેન્ટિલેટર સરકારને આપવામાં આવી રહ્યા હતા ત્યારે બીજી તરફ ‘ધમણ’ વેન્ટિલેટર માટે ગેરસમજણ અને ખોટી માહિતીઓ દ્વારા બદનામ કરવાનું રીતસર અભિયાન શરુ થઇ ચૂકયું હતું            

ગુજરાતના આંગણે બનેલા ‘ધમણ’ વેન્ટિલેટર સંપૂર્ણ ‘મેક ઈન ઇન્ડિયા’ હતા. આ બાબત અહીંના કેટલાક વિક્રેતાઓના આંખમાં કણાની જેમ ખૂંચતી હતી. આ વિક્રેતાઓ વિદેશથી મોંઘાદાટ વેન્ટિલેટર ભારતમાં આયાત કરીને વેંચવાના પ્રયાસ કરી રહ્યા હતા. બરાબર આજ સમયે ‘ધમણ’ના આગમનથી આ વિદેશી વેન્ટિલેટરના વિક્રેતાઓના પેટમાં તેલ રેડાયું અને પછી ‘ધમણ-૧’ને બદનામ કરવા માટે ચારેબાજુ અપપ્રચાર શરૂ થઇ ગયો

એક તરફ પરાક્રમભાઇ અને તેની ટિમ દિવસ-રાત ‘ધમણ-૧’ વેન્ટિલેટર ઉત્પાદન કરવામાં વ્યસ્ત હતી ત્યારેજ અચાનક છાપામાં ‘ધમણ-૧’ અંગેના ગેરસમજ ફેલાવતા સમાચાર આવ્યા અને જાણે પરાક્રમભાઇની ‘મેક ઈન ઇન્ડિયા’ પર એક-પછી-એક સવાલ ઉદ્બવ્યા ત્યારે થોડા સમય માટે જયોતિ સી.એન.સી. ટિમ એકદમ અચંબામાં પડી ગઈ.

અમદાવાદની સિવિલ હોસ્પિટલના ડોકટર તેમના પેશન્ટ ઉપર જરૂરિયાત પ્રમાણે ‘ધમણ-૧’ વેન્ટિલેટરનો ઉપયોગ કરતાજ હતા પરંતુ જયારે કોરોના વાયરસથી કદાચ વધુ સંક્રમિત પેશન્ટ માટે જયારે થોડી વધુ સુવિધા અને ખાસ કરીને સ્પેશ્યલાઈઝડ વેન્ટિલેટરની જરૂરિયાત ઉભી થઇ ત્યારે આ સિવિલ હોસ્પિટલના ડોકટર દ્વારા એક પત્ર લખવામાં આવ્યો, જેમાં ‘ધમણ-૧’ વેન્ટિલેટર માં કોઈપણ ખામી હોવાનો કોઈજ ઉલ્લેખ ન હતો, પરંતુ વધુ સંક્રમિત પેશન્ટ માટે વધુ સુવિધાવાળા વેન્ટિલેટરની માંગણી કરી હતી આ પત્રની ગેરસમજણથી અમુક લોકોએ એવું અર્થઘટન કર્યું કે ધમણ-૧ નથી ચાલતા. હકીકતમાં ધમણ-૧ માં કોઈજ ખામી નહોતી. 

આ ઉપરાંત એવી ગેરસમજણ ઉભી કરવામાં આવી કે ધમણ-૧ ને ચલાવવા માટે ખુબ મોંઘી એકસેસરીઝ ખરીદવી પડશે. ખરેખર તો ધમણ-૧ માં સમાવિષ્ટ HFNT મોડ માટેની જરૂરી એકસેસરીઝ, જેવી કે હયૂમીડીફાયર, હાઈ ફલો મીટર, ટેમ્પરેચર કંટ્રોલડ બ્રિથિંગ સર્કિટ અને નેસલ કેન્યુલા આવશ્યક હોય છે. આ એકસેસરીઝ દરેક હોસ્પિટલને HFNT મોડ વાપરવા માટે અલગ થી વસાવવી પડતી હોય છે.  અહીં સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે જયોતિ સી.એન.સી દ્વારા ઉપરોકત એકસેસરીઝ અંગે સરકારને અગાઉથી જાણ કરવામાં આવી હતી તેમજ આ એકસેસરીઝ કોઈ જગ્યાએથી ખરીદવા અંગે ચર્ચા પણ થઇ હતી.

બરાબર આ પત્રનો ફાયદો ઉઠાવીને વિદેશી વેન્ટિલેટર ભારતમાં મોંઘાદાટ ભાવે વેંચવા તત્પર વિક્રેતાઓએ કાગારોળ મચાવીને ‘ધમણ-૧’ વેન્ટિલેટરને બદનામ કરવાનું શરુ કરી દીધું. જો આ અપ્રચારમાં તેઓ સફળ થાય તો ‘મેક ઈન ઇન્ડિયા’ વેન્ટિલેટર ના ઉપયોગ પર પૂર્ણવિરામ લાગી જાય તેવા ભરપૂર પ્રયત્નો શરુ થઇ ગયા હતા.

એક તરફ સરકાર આવા જૂથ પ્રચાર સામે સાચી વાત રજુ કરી હતી ત્યારે પરાક્રમભાઇ અને તેના ૧૫૦ નિષ્ણાંત ઇજનેરીની ટિમ તરફથી અત્યાધુનિક ‘ધમણ-૩’ વેન્ટિલેટર બનાવવાના અથાગ પ્રયત્નોમા વ્યસ્ત હતા. નવા ‘ધમણ-૩’ વેન્ટિલેટરના ડોકટરોએ માંગેલા તમામ એકસેસરીઝને સમાવી લેવાથી માંડીને ક્રિટિકલ કેર યુનિટમાં અવિરત ચાલે તેવા ‘ધમણ-૩’ વેન્ટિલેટર અંગે નવી ડિઝાઇન સાથેના બધાજ કાર્યો ઝડપભેર આગળ વધી રહ્યા હતા.

ભારત સરકાર તરફથી ‘ધમણ-૩’ વેન્ટિલેટર ઉપર સંપૂર્ણ વિશ્વાસ હોવાનું પ્રસ્થાપિત રૂપે જયોતિ સી.એન.સી. ૫૦૦૦ (પાંચ હજાર) વેન્ટિલેટર ખરીદવા માટેનો ઓર્ડર આપવામાં આવ્યો. કોરોના વાયરસના સંક્રમણ ખાળવા સરકાર સતત પ્રયત્નશીલ હતી એજ સમયે ‘ધમણ-૩’ વેન્ટિલેટરને લગભગ તૈયાર કરી લેવામાં આવ્યું. ડોકટરોએ સૂચવેલી તમામ મહત્વપૂર્ણ બાબતો ઉપરાંત જરૂરી એવી એકસેસરીઝથી સજજ ‘ધમણ-૩’ તૈયાર થતાંજ એક નવી આશા ઉદ્ભવી.

હવે ‘ટિમ જયોતિ’, ‘ધમણ-૩’ કડક પરીક્ષણ હેઠળ સરકાર દ્વારા સૂચવેલી હોસ્પિટલમાં પહોંચાડી રહી હતી. અહીંયા કોરોનથી પીડાઈ રહેલા પેશન્ટ ઉપર નવા અત્યાધુનિક ‘ધમણ-૩’ વેન્ટિલેટરનું ડોકટરોને નિષ્ણાંત ટીમના માર્ગદર્શન હેઠળ પરીક્ષણ શરૂ થયું. થોડા દિવસ ની દેખરેખ અને સંચાલન બાદ તબીબીઓએ ‘ધમણ-૩’ના સફળ પરીક્ષણ અંગે લીલી ઝંડી આપી દીધી.

આમ એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલ અને પછી ત્રીજી હોસ્પિટલ અને ત્યાં પણ ક્રિટિકલ કેર યુનિટમાં જીવન- મરણ વચ્ચે ઝોલા ખાતા પેશન્ટ ઉપર ‘ધમણ-૩’ વેન્ટિલેટર કામ કરવાનું શરુ થયું. તબીબોને દિવસ-રાત અથાગ પ્રયત્નોના કારણે પેશન્ટ સાજા થવા લાગ્યા અને સાથે-સાથે ‘ધમણ-૩’ તેની કસોટીઉપર ૧૦૦% ખરું ઉતાર્યું. હવે લગભગ ડોકટરો તરફથી સૌથી વધુ વિશ્વાસપાત્રનું બિરુદ ‘ધમણ-૩’ને મળી જ રહ્યું હતું ત્યારે વધુ એક કોન્ટ્રોવર્સી ઉભી થઇ.

દિલ્લી ખાતે કોઈ એક વ્યકિત દ્વારા RTIના માધ્યમથી વેન્ટિલેટર અંગે માહિતી માંગવામાં આવી અને સરકાર દ્વારા આ અંગે ચોખ્ખો જવાબ આપવામાં આવ્યો તેમ છતાં આ RTIમાંથી તથ્યોને તોડી-મરોડીને ફકત અને ફકત સનસની ફેલાવવા માટે ફરી એક વખત ‘ધમણ’ વેન્ટિલેટર નિષ્ફળ હોવાથી સરકારે રિજેકટ કર્યું હોવાનો ખોટો પ્રચાર કરવામાં આવ્યો.

પરંતુ હવે સરકારના સ્વાસ્થ્ય વિભાગ ના વડાએ ‘ધમણ-૩’ અંગે DGHS (ડિરેકટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીઝ) ના માધ્યમ દ્વારા વેન્ટિલેટર સંપૂર્ણ રીતે કામ કરતુ હોવા અંગેનું સૌથી મહત્વપૂર્ણ સર્ટિફિકેટ આપવામાં આવ્યું. અત્યારે એ જણાવવું ખુબજ જરૂરી છે કે DGHS દ્વારા લેવાયેલ અનેક પરીક્ષણો અને બારીક નિરીક્ષણ પછી તમામ પરીક્ષાઓ પસાર કરીને ‘ધમણ-૩’ સૌથી સલામત અને અત્યાધુનિક હોવાની ખાતરી ખુદ સરકાર દ્વારા આપવામાં આવી છે.

આમ RTI દ્વારા માંગવામાં આવેલ જવાબને તોડી મરોડી ખોટા સમાચાર ફેલાવી દેવાને બદનામ કરવાનું કૃત્ય હવે ઉઘાડું પડતા લોકોમાં પણ સાચી વાત પહોંચી છે. સરકારે ‘ધમણ-૩’ માટે કરેલા વિશ્વાસ પછી હવે દેશ-વિદેશમાંથી પણ ‘ધમણ-૩’ માટેની ઈન્કવાયરી આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here