સુશાંતનું મોત કેવી રીતે થયું ? ૧૦ કલાક સુધી રિયાને સવાલોના સાણસામાં રાખતી સીબીઆઈ

0
278

સુશાંતસિંહ રાજપૂત મોત મામલે સીબીઆઈએ તપાસને વધુ ધારદાર બનાવવા માટે હવે મામલાની કથિત આરોપી રિયા ચક્રવર્તીની સઘન પૂછપરછ શરૂ કરી છે. સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેરવા માટેની આરોપી અભિનેત્રી રિયા ચક્રવર્તીની શુક્રવારે સીબીઆઈએ ૧૦ કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી અને આજે પણ તેની પૂછપરછ થવાની છે. ગઈકાલે થયેલી પૂછપરછમાં રિયાને અનેક સવાલો પૂછવામાં આવ્યા હતાં. રિયાની પૂછપરછ સીબીઆઈના એસપી કક્ષાના અધિકારીએ કરી હતી.


પૂછપરછ દરમિયાન રિયાને એવું પૂછાયું હતું કે સુશાંતના મોત વિશે તમને કોણે માહિતી આપી અને એ સમયે તમે કયાં હતાં ? સુશાંતની મોતની ખબર પડતાં શું તમે તેના બાંદ્રાવાળા ઘરમાં ગઈ ? જો ના તો કયાં અને કેવી રીતે તમે સુશાંતનો મૃતદેહ જોયો ? તમે સુશાંતનું ઘર ૮ જૂને શા માટે છોડયું ? શું સુશાંત સાથે ઝઘડા બાદ તમે તેનું ઘર છોડયું ? સુશાંતનું ઘર છોડયા બાદ ૯થી ૧૪ જૂન વચ્ચે તેની સાથે કોઈ વાતચીત થઈ ? યુરોપ પ્રવાસે તમે અને સુશાંત કયારે ગયા અને શું એ ટ્રીપ પર પરિવારનો કોઈ અન્ય સભ્ય સાથે હતો ? શું સુશાંતને તમે કોઈ દવા આપી હતી અથવા સુશાંતને બતાવવા માટે તમે કોઈ ડોકટરની એપોઈન્ટમેન્ટ લીધી હતી ? તમે અને સુશાંતે એક સાથે કોઈ ફિલ્મ સાઈન કરી હતી ? તમારી અને સુશાંતની બહેન વચ્ચે કયારેય લડાઈ થઈ હતી ? તમારા બન્ને વચ્ચે સંબંધો કેવા હતા ?
૧૦ કલાકની પૂછપરછ દરમિયાન રિયાને આ પ્રકારના અનેક સવાલો પૂછવામાં આવ્યા હતા. જો કે રિયાએ હજુ અનેક સવાલોના જવાબ આપવાના હોવાથી તેને પૂછપરછ માટે આજે પણ બોલાવવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here