ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા ગત તા. ૨૪ના લેવામાં આવેલી ગુજકેટની પરીક્ષાના ગણિત, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન વિષયની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. બોર્ડની વેબસાઇટ પર એ મૂકવામાં આવી છે અને જેમને આ સંદર્ભે કોઈ રજૂઆત હોય તો તારીખ ૧ સપટેમ્બર ના સાંજે ૫:૦૦ વાગ્યા સુધીમાં ઓનલાઇન કરી શકશે. પ્રશ્ન દીઠ પિયા ૫૦૦ ભરવાના રહેશે. ચલણનો નમુનો બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવ્યો છે. રજૂઆત સાચી હશે તો એ પરત કરવામાં આવશે.
બોર્ડના પરીક્ષા વિભાગના નાયબ નિયામક જે.જી. પંડયાના જણાવ્યા મુજબ જે પ્રશ્ન માં બે વિકલ્પ આપવામાં આવ્યા છે એ પૈકી કોઈ એક વિકલ્પ સાચો ગણાશે.