- હજુ ત્રણ દિવસ સુધી ચોમાસું સક્રિય રહેશે: સપ્ટેમ્બરમાં વરસાદનું પ્રમાણ ઘટવાનું અનુમાન
ભારતીય હવામાન વિભાગ પાસે રહેલા ડેટા અનુસાર ઓગસ્ટ મહિનામાં પડેલા વરસાદે છેલ્લા ૪૪ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ પહેલાં ૧૯૭૬માં ધોધમાર વરસાદ પડયો હતો. ત્યારે સામાન્યથી ૨૮.૪ ટકા વધુ વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે આગામી ત્રણ દિવસ સુધી સક્રિય ચોમાસાની સ્થિતિ રહેશે જેનો મતલબ એ થાય કે સામાન્યથી ૨૫ ટકા વધુ વરસાદ પડી શકે છે. આખા દેશમાં ઓગસ્ટ મહિનામાં સરેરાશ ૨૯૬.૨ મીમી વરસાદ પડી ચૂકયો છે યારે સામાન્ય રીતે ઓગસ્ટમાં ૨૩૭.૧ મીમી વરસાદ પડે છે. ૧૯૮૮ બાદથી ભારતમાં આ વર્ષે ઓગસ્ટ મહિનામાં પડનારો વરસાદ વધુ હોઈ શકે છે. ૧૯૮૮માં ૩૨૯.૬ મીમી વરસાદ પડયો હતો.
અત્યારે કેન્દ્રીય ભારતમાં વરસાદ વધુ પડી રહ્યો છે. કેન્દ્રીય ભારતમાં ઓગસ્ટ મહિનામાં સામાન્યથી ૫૭ ટકા વધુ વરસાદ પડી ચૂકયો છે અને દક્ષિણ ભારતમાં ૪૨ ટકા વધુ વરસાદ પડી ચૂકયો છે. યારે જૂલાઈમાં સામાન્યથી ૧૬ ટકા વધુ વરસાદ પડયો હતો. જૂલાઈ અને ઓગસ્ટમાં પડનારા વરસાદ વચ્ચેનું અંતર બંગાળની ખાડીમાં બનનારું લો–પ્રેશર સિસ્ટમ છે. જૂલાઈમાં બંગાળની ખાડીમાં એક વખત પણ લો–પ્રેશર સિસ્ટમ નથી બની યારે ઓગસ્ટમાં તેની સંખ્યા પાંચ હતી. સામાન્ય રીતે આ બન્ને મહિનામાં ત્રણ–ચાર વખત લો–પ્રેશર બની જાય છે.
ભારતીય હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે જૂલાઈમાં એક લો–પ્રેશર સિસ્ટમ બની હતી પરંતુ તે ઝડપથી ખતમ પણ થઈ ગઈ હતી. ઓગસ્ટમાં અનેક લો–પ્રેશર બન્યા જેનાથી કેન્દ્રીય ભારતમાં વધુ વરસાદ જોવા મળ્યો હતો. જો કે હવામાન વિભાગનું માનવું છે કે સપ્ટેમ્બર મહિનામાં સામાન્યથી ઓછો વરસાદ પડી શકે છે