કુલ ૩૪,૬૩,૯૭૩ કેસ, ૨૬,૪૮,૯૯૯ સાજા થયા, ૬૨૫૫૦ના મોત
ભારતમાં કોરોના વાયરસના કેસમાં હવે દરરોજ રેકોર્ડબ્રેક વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોના વાયરસના કેસ ૩૪ લાખને પાર કરી ગયા છે અને હવે મોતના મામલે પણ તે દુનિયાભરમાં ત્રીજા ક્રમે પહોંચી જવાની નનજીક છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૭૬ હજારથી વધુ પોઝિટીવ કેસ અને ૧૦૨૧ કેસ નોંધાયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્રારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૭૬૪૭૨ નવા કેસ સામે આવ્યા છે તો ૧૦૨૧ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં કોરોનાના કુલ ૩૪,૬૩,૯૭૩ કેસ છે જેમાંથી ૭,૫૨,૪૨૪ લોકોની સારવાર ચાલી રહી છે તો ૨૬,૪૮,૪૯૯ દર્દી સાજા થયા ગયા છે અને ૬૨૫૫૦ લોકો મોતને ભેટયા છે. અત્યારે ભારત કોરોનાથી મોતના મામલે દુનિયાભરમાં ચોથા ક્રમે છે પરંતુ ટૂંક સમયમાં તે મેકિસકોથી આગળ નીકળીને દુનિયાનો ત્રીજો દેશ બની જશે. અત્યારે ભારત પહેલાં મેકિસકો ૬૩૧૪૬ અને બ્રાઝીલ ૧૧૯૫૯૪ તેમજ અમેરિકા ૧૮૫૯૦૧ દેશો છે.
ભારતમાં શુક્રવારે કોરોનાના ૭૭૨૬૬ નવા કેસ સામે આવ્યા હતા. એક દિવસમાં સામે આવનારા કેસની સંખ્યાની વાત કરીએ તો ભારત બીજા નંબરે પહોંચી ગયું છે. આ પહેલાં અમેરિકામાં એક દિવસમાં રેકોર્ડબ્રેક ૭૮૫૮૬ નવા પોઝિટીવ કેસ સામે આવ્યા હતા. છેલ્લા થોડા દિવસોમાં જે રતારથી કોરોનાના કેસ વધી રહ્યા છે એ ધ્ષ્ટ્રિએ એક–બે દિવસમાં ભારત અમેરિકાનો રેકોર્ડ તોડી શકે છે