શાપર-વેરાવળ ખાતેથી ટ્રકમાં વિદેશી દારૂ છુપાવવાની નવી ટેકનીક થી લોખંડના બેરલમાં નીચેના તળિયાના ભાગે ચોરસ ખાનુ બનાવી અંદર દારૂની બોટલો ભરેલા જંગી જથ્થા સાથે બે આરોપીઓને પકડી પાડતી

0
13883

એલ.સી.બી.

રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીણા ની સુચના મુજબ   LCB એચ.એમ. રાણા ઇ,ચા, પો.ઇન્સ, એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય પી.આર. બાલાસરા, રવીદેવભાઇ બારડ, અનિલભાઈ ગુજરાતી, રહીમભાઇ દલ, પ્રણયભાઇ સાવરીયા, મેહુલભાઇ બારોટ, ભાવેશભાઇ મકવાણા, નરેન્દ્રભાઇ દવે ના સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ટીમને મળેલ સંયુક્ત બાતમી ના આધારે HR-45-C – 8434 નંબર નો ટ્રક માં લોખંડના બેરલમાં ઓઇલ ભરેલ હોવાની આડમાં વિદેશી દારૂના જથ્થો છુપાવીને શાપર – વેરાવળ ખાતેથી પસાર થનાર છે જે બાતમી આધારે સાથેના સ્ટાફ દ્વારા હાઇવે તથા આજુબાજુ વોચ ગોઠવી ટ્રક દેખાતાજ તેનો

પીછો કરી શાપર ગામમાં સી.એન.જી. પંપ વાળી શેરી પાસે પહોંચતા ટ્રકને રોકી લઇ ટ્રક ડ્રાઇવર તથા કલીનરને ઝડપી પાડી તેની પુછપરછ કરતા ગાડીમાં ઓઇલ ભરેલ લોખંડના બેરલ હોવાનુ જ રટણ કરતા એક લોખંડનુ બેરલ ઉતારી ચેક કરતા બેરલ ને ઉંધુ કરી જોતા બેરલના નીચેના ભાગે ચોરસ ખાનું બનાવી તેના પર લોખંડની પ્લેટ બોલ્ટ વડે ફીટ કરાયેલ દેખાતા જે ખોલીને ચેક કરતા અંદરથી વિદેશી દારૂની બોટલો મળી આવેલ જેથી બન્ને શખ્સો સુરેન્દર ભાલીરામ ગોરા ઉવ.૩૫  રહે.ફતેપુર,બાબારંગપુરી મંદીર પાસે બુટીમાતાવાળી તા.પંડરી અને રાજકુમાર રાજમલજી બૈરાગી ઉવ.૪૩ રહે. ફતેપુર, ગડરીઓ વાલા મહોલ્લા તા. પુંડરી જી. કૈથલ રાજ્ય હરીયાણી વાળા ને વિદેશી દારૂની કુલ બોટલ નંગ – ૩૦૧૨ કિ.રૂ ૧૬,૮૯,૪૨૦/- લોખંડના બેરલ નંગ ૩૭ કિ.રૂ.૭૪૦૦/- અશોક લેલન ટ્રક કિ.રૂ. ૧૦,૦૦,૦૦૦/- મોબાઇલ ફોન નંગ- ૦૧ કિ.રૂ.૫૦૦/મળી કુલ રૂ.૨૬,૯૭,૩૨૦/ મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here