જામનગરની વેલનાથ સોસાયટીમાં પાયાની સુવિધાઓ અંગે અનેક વખત રજુઆત કરવા છતાં આ અંગે કોઇ ઉકેલ ન આવતા આ વિસ્તારના લતાવાસીઓએ અનોખો વિરોધ શરૂ કર્યો છે. આ વિસ્તારના લતાવાસીઓએ ‘વેલનાથ સોસાયટી વિસ્તારમાં કોઇપણ રાજકીય પક્ષોએ પગ મુકવો નહીં મત માગવા પણ આવવું નહીં ’ ના બેનરો માર્યા છે.

જામનગર શહેરમાં વોર્ડ નં.11માં આવેલ હાપા વેલનાથ સોસાયટીના વિસ્તારોમાં છેલ્લા ઘણાં સમયથી રોડ, ગટર, સ્ટ્રીટલાઇટ, વરસાદી પાણીનો નિકાલ, પિવાના પાણી, આરોગ્ય, સફાઇ સહિતની સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે. આ અંગે કોઇપણ ચુંટાયેલા નગરસેવક કે જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા કોઇ જ કામગીરી કરવામાં આવતી ન હોય લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
જેથી આ વિસ્તારના નાગરિકોએ કોઇપણ રાજકીય પક્ષોએ આ સોસાયટીમાં પગ ન મુકવા બેનર લગાવી રાજકીય પક્ષોને સોસાયટીમાં આવવાની સખત મનાઇ ફરમાવી છે.
અહેવાલ – સાગર સંઘાણી, જામનગર.