પુરની સ્થિતિ સર્જાતા મધ્યપ્રદેશના હોશંગાબાદમાં ઉતારી સેના, 48 કલાક ભારે વરસાદની આગાહી

0
188

મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે સ્થિતિ ગંભીર બની છે. સૌથી વધુ સ્થિતિ હોશંગાબાદમાં ખરાબ છે. અહીં પૂરની સ્થિતિ ઉભી થતા અહીં સેના પણ બોલાવવામાં આવી છે. સાથે જ NDRFની બે ટીમો પણ ખડેપગે કામ કરી રહી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે ભોપાલમાં પણ શુક્રવારથી વરસાદ વરસી રહ્યો છે. સતત વરસી રહેલા વરસાદના પગલે અહીંની નદીઓ બે કાંઠે થઈ છે. જ્યારે રાજ્યમાં 251માંથી 120 ડેમમાં તેની ક્ષમતાથી 90 ટકા પાણી ભરાઈ ગયું છે. આ સંજોગોમાં મોટા ભાગના ડેમના દરવાજા ખોલવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ વધ્યું છે. મહત્વપૂર્ણ છે કે હવામાન વિભાગે આગામી 48 કલાક માટે રાજ્યના મોટાભાગના જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here