ખેલૈયાઓ જાણો : નવરાત્રી માટે ગૃહમંત્રીએ કહ્યું કે….

0
626

નવરાત્રીમાં ગરબા રમવા મળશે કે કેમ? આ પ્રશ્ન હાલમાંચર્ચાનો વિષય બની ગયો છે. ખેલૈયાઓ ગરબે ઘુમવા થનગની રહ્યાં છે ત્યારે કોરોના કાળમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે ગરબા કેમ રમવા એ મોટો પ્રશ્ન બની જાય છે. જો કે ખેલૈયાઓ માટે ગુજરાતના ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ નવરાત્રી અંગેનું નિવેદન એક મોટી આશા સાબિત થાય એવું જણાઈ રહ્યું છે.

ગરબા શોખીનોને હાશકારો થાય એવા સમાચાર આપતા ગૃહરાજ્ય મંત્રીએ કહ્યું હતું કે, ‘નવરાત્રી અંગે યોગ્ય સમયે વિચાર કરી નિર્ણય લેવામાં આવશે. રાજ્ય સરકાર કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે કેવી રીતે ઉજવણી થાય તેના પર વિચારણા કરી નિર્ણય લેવામાં આવશે, હાલ તે માટે વિચારણા ચાલું છે. ઝડપથી કોઈ નિર્ણય આપવામાં આવશે.

હાલમાં રાજ્યભરમાં કોરોનાની મહામારીને લઇને હજુ પણ સરકાર દ્વારા સ્કૂલ, કોલેજે, સિનેમા હોલ વગેરેને લઇને છૂટછાટ આપવામાં આવી નથી. સાતમ આઠમ, ગણેશ મહોત્સવ કે એવા એકેય તહેવારોની, દેવ દર્શનની છૂટ નથી ત્યારે મા અંબાની આરાધના કરવા મળશે કે નહીં  તે પ્રશ્ન છે. ખેલૈયાને ગરબા મળશે કે કોરોનાની મહામારી સામે જ લડવાનું છે એ હવે સમય અને સરકાર જ કહી શકશે.