તા 4 એપ્રિલ 1960માં જન્મેલા અને મુળ બિહારના વતની શિવાનંદ ઝાએ 22 વર્ષની ઉમંરે યુનિયન પબ્લીક સર્વીસ કમિશનની પરિક્ષા પાસ કરી અને 1983માં ઈન્ડીયન પોલીસ સર્વિસ જોઈન્ટ કરી ગુજરાત કેડરના અધિકારી બન્યા પંચમહાલ સહિત અનેક જિલ્લામાં પોલીસ સુપ્રીટેન્ડન્ટ તરીકે ફરજ બજાવી અને અમદાવાદમાં એડીશનલ પોલીસ કમિશનર અને પોલીસ કમિશનર પણ રહ્યા,આઉપરાંત સુરત રેન્જ અને સુરત પોલીસ કમિશનર પણ કાર્ય કરી ચુકયા છે.શિવાનંદ ઝા સામે નારાજ પોલીસ અધિકારીઓને યાદી જોવામાં આવે તો તેમના વિરોધીઓની યાદી બહુ લાંબી છે, પરંતુ ખરેખર પોલીસ અધિકારી કેવો હોવો જોઈએ તેનું તેઓ ઉત્તમ ઉદાહરણ છે.
અણધારી સ્થિતિ નિર્માણ થાય ત્યારે પોતાના જુનિયરના હવાલે કામગીરી સોંપી બેસી રહેવાનો તેમનો સ્વભાવ નથી, શિવાનંદ ઝા ફિલ્ડનો ઓફિસર તરીકે ઉત્તમ કામ કર્યું છે. તેનું સૌથી મોટું ઉદાહરણ 2002ના કોમી તોફાનો છે, આ કોમી તોફાનો વખતે તેઓઅમદાવાદના એડીશનલ પોલીસ કમિશનર હતા, બીજા આઈપીએસ અધિકારીઓ ઓફિસમાં બેસી સૂચનાઓ આપી રહ્યા હતા, પણ શિવાનંદ ઝા પોતાની ટીમ સાથે રાત દિવસ જોયા વગર રસ્તા ઉપર દોડતા રહ્યા હતા. જેના પરિણામ સ્વરૂપ બે મહત્વની ઘટનાઓ ઘટી,જેમાં તેમના તાબામાં બીજા વિસ્તારની સરખાણમીમાં બહુ ઓછા તોફાન થયા અને બહુ ઓછી ખુવારી થઈ.
બીજી બાબત તેમની કડક કામગીરીને કારણે અનેક રાજનેતાઓ નારાજ થયા જેમાં અમિત શાહનો પણ સમાવેશ થાય છે. જો કે અમિત શાહ નારાજ થતાં તેઓ લાંબો સમય સાઈડ પોસ્ટીંગમાં રહ્યા પણ કહેવાય છે કે ભાજપના સિનિયર નેતા સુરેન્દ્ર પટેલની મધ્યસ્થીને કારણે શિવાનંદ ઝા અને અમિત શાહ વચ્ચે મિટીંગ થઈ અને ત્યાર બાદ શિવાનંદ ઝા સુરત રેન્જમાં મુકાયા અને પછી સુરતના પોલીસ કમિશનર પણ થયા શિવાનંદ ઝાના સાથીઓ માને છે કે તેઓ સુરત મુકાયા પછી તેમની અંદર ઘણો બદલાવ આવ્યો છે. શિવાનંદ ઝા પોતાના સાથીઓ ઉપર પણ ભરોસો કરી શકતા નથી અને સતત શંકાની નજરે જુવે છે તે તેમની નબળી બાજુમાં છે.
અમદાવાદના પોલીસ કમિશનર તરીકે પણ તેમણે કામ કર્યું અને ત્યાર બાદ ગુજરાત ગુપ્તચર સેવાના તેઓ વડા થયા, સામાન્ય રીતે પોલીસમાં ગુપ્તચર સેવા પનીશમેન્ટ પોસ્ટીંગ માને છે પણ શિવાનંદ ઝાના કાળમાં ગુજરાત ગુપ્તચર સેવાનું પ્રોફેશનીઝમ થયું, ગુપ્તચર સેવામાં અગાઉ માત્ર પોલીસમાંથી ભરતી થતી હતી, પણ તેમને અલગ કેડર બનાવી સીધી ભરતી કરી ગુપ્તચર સેવાને એક નવી ઓળખ આપી, 2018માં તેઓ ગુજરાતના ડીજીપી બન્યા.
જો કે ડીજીપી થયા બાદ તેઓ ક્યાંય વિવાદમાં ફસાય નહીં તેની તેમણે ખુબ તકેદારી રાખી, તેમના અનેક નિર્ણયોથી રાજયના એસપી અને સિનિયર્સ નારાજ પણ થયા હાલમાં કોરાનીની જે સ્થિતિ નિર્માણ થઈ તેમાં પોલીસને સીધી કોઈ કામગીરી નથી, પણ તેમણે કોરોના સામેની લડાઈમાં ગુજરાત પોલીસને કુનેહપુર્વક સામેલ કરી લોકોને બચાવવાની મહત્વની કામગીરી શરૂ કરી છે. હાલમાં તેઓ મુખ્યમંત્રી વિજય રૂપાણીના સીધા સંપર્કમાં છે.
તા 4 એપ્રીલના રોજ તેમણે ગુજરાત પોલીસમાં 37 વર્ષ પુરા કર્યા છે. તેઓ 30 એપ્રિલના રોજ વયમર્યાદાને કારણે નિવૃત્ત થશે, પણ શિવાનંદ ઝાને નજીકથી ઓળખનારા દાવો કરી રહ્યા છે કે તેઓ તેમના સંબંધનો ઉપયોગ કરી હાલના સંજોગોને ધ્યાનમાં લેતા વધુ થોડા મહિના એકટેશન મેળવી લેશે, માની લો કે એકટેશન ના મળે તો પણ ગુજરાત સરકારમાં તેઓ કોઈ મહત્વના પદ ઉપર નિયુકત થશે.
(પ્રશાંત દયાળની કલમેથી)