ગૃહમંત્રી અમિત શાહના સ્વાસ્થ્ય અંગે AIIMSમાંથી આવ્યા મહત્વના સમાચાર

0
247

નવી દિલ્હીઃ કોરોના વાયરસથી સ્વસ્થ થયા પછી, આરોગ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓ અંગે કેન્દ્રીય ગૃહ પ્રધાન દિલ્હી એઇમ્સમાં દાખલ થયા હતા. એઇમ્સે એક નિવેદન બહાર પાડતાં કહ્યું કે ગૃહ પ્રધાન સ્વસ્થ થઈ ગયા છે અને તેમને જલ્દીથી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. અમિત શાહને 18 ઓગસ્ટે પોસ્ટ કોવિડ કેર માટે દિલ્હી એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ મહિનાની 2 ઓગસ્ટે ગૃહ પ્રધાન અમિત શાહની કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેના પછી તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 14 ઓગસ્ટે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ત્યારબાદ તે ડોકટરોની સલાહથી ઘરે આઈસોલેશનમાં જતા રહ્યા હતા. પરંતુ કોરોના ચેપથી રાહત મળ્યા બાદ કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે તેમને 18 ઓગસ્ટે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ હોસ્પિટલમાંથી જ મંત્રાલયના પણ કામ કરી રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here