શહેરોમાં ૧૦માંથી ૮ અને ગામડામાં ૧૦માંથી ૬ લોકોએ રોજગારી ગુમાવી છે

0
347
  • ગુજરાત સહિત દેશના રાયો માટે સૌથી મોટો પડકાર બેકારીનો છે જે ૨૦૨૧ના વર્ષમાં વધારે તીવ્ર બનશે, એનજીઓનો સર્વે


ગુજરાત સહિત સમગ્ર દેશના શહેરોમાં ૧૦માંથી ૮ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૦માંથી ૬ લોકોએ કોરોના સંક્રમણ અને લોકડાઉનના કારણે નોકરીઓ ગુમાવી છે. એક અંદાજ પ્રમાણે રાયમાં ૫૦ લાખથી વધુ લોકો બેકાર થયાં છે અથવા તો તેમના પગારમાં ૫૦ ટકાથી વધુ ધરખમ ઘટાડો થયો છે. નોકરીયાતો અને વ્યવસાયિકોને સૌથી મોટો ફટકો લોકડાઉનના ચાર મહિનામાં પડો છે.


નરેગા સંઘર્ષ મોરચા નામની એક એનજીઓએ કરેલા સર્વેક્ષણના પરિણામ ઘણાં ચોંકાવનારા સામે આવ્યા છે છતાં રાજકીય પાર્ટીઓ અને સરકારનું ધ્યાન આ દિશામાં ગયું નથી. સરકારી નોકરી એકમાત્ર સલામત છે યારે ખાનગી નોકરીઓનું પ્રમાણ ધંધા–વ્યવસાય ઘટતાં ઓછું થયું છે. એક પેઢીમાં ૧૦ વ્યકિત કામ કરતા હોય તો તે પૈકી ૮ વ્યકિતઓને છૂટા કરી દેવામાં આવ્યા છે અથવા તો તેમના પગારમાં ૫૦ ટકા જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે.


દેશની કેન્દ્ર સરકાર અને રાયોની સરકારોએ કોરોના સંક્રમણના સમયમાં જે લોકોએ રોજગાર ગુમાવ્યો છે તેના પ્રત્યે ધ્યાન કેન્દ્રીત કયુ નથી પરિણામે હજારો પરિવારો મધ્યમવર્ગમાંથી ગરીબીની રેખા હેઠળ આવી રહ્યાં છે. મિલકતો વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા આ પરિવારના મોભીઓ પાસે ફુલટાઇમ નોકરી નથી. ગુજરાતના શહેરી વિસ્તારમાં નોકરીઓ જવાનું પ્રમાણ સૌથી વધુ જોવા મળ્યું છે. આવી હાલત બીજા રાયોની પણ થઇ છે.


લોકડાઉનના સમયમાં ગુજરાતમાંથી ૧૫ લાખ કામદારો હિજરત કરી ગયા હતા જે પૈકી પાછા આવવાની સંખ્યા હજી ૨૫ ટકા સુધી પહોંચી છે. એટલું જ નહીં રાયમાં પ્રાઇવેટ કંપનીઓ કે સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓનું શોષણ થઇ રહ્યું છે. કામનું ભારણ બમણું થયું છે અને પગાર અડધા થયાં છે. આ સંસ્થાએ સત્તાધિશોને એવી અરજ કરી છે કે જે લોકોના રોજગાર ગયા છે અને જેમની નોકરીઓ ગઇ છે તેની ચર્ચા અને ઉકેલ માટે ભારતમાં પાર્લામેન્ટ અને રાયોમાં વિધાનસભાનું ખાસ સત્ર બોલાવવું જોઇએ.


આજે સમગ્ર વિશ્વની સાથે ભારત દેશ આરોગ્ય અને આર્થિક તકલીફમાંથી પસાર થઇ રહ્યો છે. રાય સરકારો મહામારીને પહોંચી વળવામાં નિષ્ફળ ગઇ છે. પ્રતિદિન વધતા જતા કેસોના કારણે લોકોમાં દહેશતનો માહોલ છે. ભયના કારણે કેટલાક લોકો હજી પણ નોકરી પર જઇ શકતા નથી. જે લોકો જોખમ વહોરીને જાય છે તેમને પુરતો પગાર મળતો નથી.


આ સંસ્થાના સર્વેનું પરિણામ એવું આવ્યું છે કે ગ્રામીણ વિસ્તારમાં ૧૦ લોકો પૈકી છ લોકોએ રોજગાર ગુમાવ્યો છે. રોજગારી ગુમાવનારાઓમાં સૌથી વધુ કામદાર વર્ગ છે, યારે શહેરી વિસ્તારમાં ૧૦માંથી ૮ લોકોએ નોકરીઓ ગુમાવી છે જે પૈકી ૭૦ ટકા શ્રમજીવી વર્ગ છે. સરકારી ભ્રામક આંકડા અને સરકારના વિવિધ પેકેજો લોકોને નોકરી પાછી અપાવી શકયાં નથી. વાસ્તવિકતા અલગ જોવા મળે છે. હજી ૨૦૨૧ના વર્ષમાં બેકારીનો બોમ્બ ફુટશે ત્યારે સરકારને સાચી પરિસ્થિતિની જાણ થશે.


ભારતમાં પ્રતિદિન કોરોના સંક્રમણના ૭૫૦૦૦ જેટલા કેસો સામે આવે છે ત્યારે આ રોગને કાબૂમાં લેવામાં આવ્યો છે તેવા દાવા પોકળ સાબિત થયાં છે. કોરોના પોઝિટીવ અને તેના કારણે કવોરન્ટાઇન થયેલા સહ કર્મચારીઓના લાખો કલાકો કામ વિનાના વ્યર્થ ગયા છે. જે લોકો પાસે વર્ક ફ્રોમ હોમ છે તેઓને થોડી ઓછી મુશ્કેલી છે પરંતુ જેમને સ્થળ પર જઇને ફિઝિકલ જોબ કરવાની છે તેમની હાલત કફોડી બની છે. ૧૦માંથી ૭ પરિવારો પાસે હોમલોન ભરવા માટેના હાની સગવડ થઇ શકે તેમ નથી તેમ છતાં આરબીઆઇ અને સરકારનું જક્કી વલણ બદલાતું નથી. સરકારને તિજોરી ભરવાની પડી છે અને બેન્કોને તેમના નફાની ગણતરી છે