ગુજરાતની બે મુખ્ય પાર્ટીમાં ત્રણ–ત્રણ ગ્રુપનું અસ્તિત્વ ચૂંટણી સમયે જોખમી બનશે

0
384

કોંગ્રેસમાં જનતાદળ (ગુજરાત) અને ભાજપના નેતાઓનું મિશ્રણ છે તેમ ભાજપમાં પણ કોંગ્રેસ અને અન્ય પાર્ટીના નેતાઓ ભળેલા છે, બન્ને પ્રમુખ માટે આગામી ચૂંટણીઓ લિટમસ ટેસ્ટ

ગુજરાતમાં કોઇપણ ચૂંટણીમાં રાયની જનતા માત્ર ભાજપ અથવા કોંગ્રેસ તરફી મતદાન કરે છે, ત્રીજી પાર્ટીને રાયમાં સફળતા મળતી નથી તેથી અન્ય પાર્ટીઓના નેતાઓનું આ બન્ને મુખ્ય પાર્ટીઓમાં વિલિનિકરણ થયેલું છે. રાજ્યમાં યારે કોઇ ચૂંટણી જાહેર થાય છે ત્યારે અલગ અલગ ગ્રુપના નેતાઓ ટિકીટ માટે લાઇન લગાવે છે, તેવા સંજોગોમાં ઉમેદવાર પસંદગીમાં બન્ને પાર્ટીના પ્રદેશ નેતાઓની મુશ્કેલીમાં વધારો થાય છે.


મહત્વની બાબત એવી છે કે ભૂતકાળમાં જેમની સામે ચૂંટણી લડા હતા તેવા ઉમેદવારોને જીતાડવા માટે પાર્ટીના નેતાઓને મહેનત કરવી પડે છે. ઉદાહરણ જોઇએ તો મોરબીની બેઠક પરથી ભાજપના ઉમેદવાર કાન્તિ અમૃતિયા કોંગ્રેસના ઉમેદવાર સામે ચૂંટણી લડતા આવ્યા છે. આ વખતે કોંગ્રેસમાંથી આયાત થયેલા બ્રિજેશ મેરજા ચૂંટણી લડવાના છે તેથી કાન્તિ અમૃતિયા નારાજ છે, કારણ કે ૨૦૧૭માં જેમની સામે તેઓ ચૂંટણી લડા હતા તેમને જીતાડવાનું કામ હવે કરવાનું થાય છે.


કોંગ્રેસમાં જૂના નેતાઓની મોટી ફોજ છે. તેની સાથે ચીમનભાઇ પટેલના જનતાદળ (ગુજરાત) અને શંકરસિંહ વાઘેલાના રાજપાના નેતાઓ પણ સામેલ છે. કોંગ્રેસમાં ૧૯૯૦ પછી મિશ્ર પાર્ટીના નેતાઓનો મેળાવડો થયેલો છે તેથી યારે ચૂંટણી આવે છે ત્યારે આ ત્રણેય ગ્રુપના નેતાઓ મેદાનમાં ઉતરી જાય છે અને સત્તાવાર ઉમેદવારને હરાવવાના પ્રયાસ કરે છે.
બીજી તરફ ભાજપમાં પણ કોંગ્રેસના નેતાઓ ભળી ગયેલા છે. એક સમયે ભાજપમાંથી દૂર ગયેલા કેશુભાઇ પટેલ અને ગોરધન ઝડફિયા ગ્રુપના નેતાઓ પણ હવે ભાજપમાં જોડાયા છે. એ ઉપરાંત મોટાગજાના ત્રણ રાજકીય નેતાઓના સમર્થકો છે. એટલે કે ભાજપમાં એક ટિકીટ માટે છ દાવેદારો ઉભા થાય છે. જો કે પાર્ટીનો કડક આદેશ હોવાથી ભાજપમાં ઉમેદવારને હરાવવાના પ્રયાસો ઓછા થાય છે.
ભાજપમાં નવા નિમાયેલા પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનું મુખ્ય કાર્ય પાર્ટીમાં ઉભી થયેલી જૂથબંધીને દૂર કરવાનું છે તેથી તેઓ અગાઉ ચૂંટણી લડી ચૂકેલા અને હારી ગયેલા સંસદસભ્યો તેમજ ધારાસભ્યોનો સંપર્ક કરી રહ્યાં છે. કોંગ્રેસમાં આ પ્રકારના પ્રયાસો શ થયા નથી તેથી આગામી ચૂંટણીમાં કોંગ્રેસને વધારે મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ છે.


૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ તો તેમનું ઘર ઠીક કરવાના કાર્યમાં લાગી ચૂકયાં છે પરંતુ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા હાથ પર હાથ જોડીને બેસી રહ્યાં છે. ચૂંટણીની જાહેરાત થશે ત્યારે ઉમેદવાર પસંદગીમાં અમિત ચાવડાને વધારે મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઇ શકે છે. ગઇ વિધાનસભાની ચૂંટણીમાં પણ જો કોંગ્રેસમાં ૨૦ બેઠકો પર બળવાખોરી કે અસંતોષ ઉભો ન થયો હોત તો આજે ગુજરાતમાં કોંગ્રેસનું શાસન હોત તે પણ હકીકત છે.


ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીનો કાર્યક્રમ સપ્ટેમ્બરના મધ્યમાં જાહેર થવાનો છે ત્યારે બન્ને પાર્ટીઓ ઉમેદવાર પસંદગીના કાર્યમાં લાગેલી છે. એ પછી નવેમ્બર અને ડિસેમ્બરમાં સ્થાનિક ચૂંટણીની મોસમ આવી રહી છે ત્યારે બન્ને પાર્ટીના વિવિધ જૂથના નેતાઓ ટિકીટ મેળવવા માટે અત્યારથી જ સક્રિય બન્યાં છે. ૨૦૧૫માં યારે સ્થાનિક ચૂંટણી થઇ હતી ત્યારે વિખવાદ અને જૂથવાદના કારણે ભાજપને ગ્રામ્ય વિસ્તારની ચૂંટણીમાં નિષ્ફળતા મળી હતી જેનો સીધો ફાયદો કોંગ્રેસને થયો હતો.


ભાજપના એક સિનિયર નેતાએ કહ્યું હતું કે સીઆર પાટીલની સફળતાનો બઘો આધાર વિધાનસભાની પેટાચૂંટણી તેમજ રાયની ૨૩૦ તાલુકા પંચાયત, ૩૧ જિલ્લા પંચાયત, ૫૬ નગરપાલિકા તેમજ છ મહાનગરોની સામાન્ય ચૂંટણી પર છે. જો આ ચૂંટણીઓમાં ભાજપ તરફી પરિણામ રહ્યાં તો સીઆર પાટીલ ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં હત્પકમનો એક્કો બની જશે. કોંગ્રેસમાં આવો કોઇ ફરક પડતો નથી, કેમ કે હાઇકમાન્ડને ગુજરાતના રાજકારણની પડી નથી