અનરાધાર: ર૪ કલાકમાં જામજોધપુરમાં ૧૦, જામનગરમાં ૮.૫ ઇંચ વરસાદ

0
345

જામનગરમાં મેઘતાંડવ જેવી સ્થિતિ વચ્ચે અવિરત વરસી રહેલા મેઘરાજાએ ચોવીસ કલાકમાં સાડા આઠ ઇંચ અને જામજોધપુરમાં દસ ઇંચ પાણી વરસાવતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

જામનગરમાં ગઈકાલે બપોરે ચારથી છ વાગ્યા વચ્ચે બે કલાકમાં ત્રણ ઈચ પાણી વરસાવ્યું હતું તો છ થી આઠ વાગ્યા વચ્ચે વધુંબે ઇંચ સાથે આઠવાગ્યા સુધીમાં સાડાસાત ઇંચ વરસાદ નોંધાયો છે અને સવારે છ વાગ્યા સુધીમાં જામનગરમાં સાડા આઠ ઇંચ વરસાદ નોંધાયો છે.જામનગર જિલ્લામાં સૌથી વધુ વરસાદ જામજોધપુરમાં દસ ઈંચ વરસ્યો છે. તાલુકા મથકોએ પણ સવારથી મેઘસવારી જારી રહી છે અને સવારે છ વાગ્યા સુધીમાં કાલાવડમાં ચાર ઇંચ, ધ્રોલમાં સાડા ત્રણ ઇંચ, જોડિયામાં સાડા ત્રણ ઈંચ, લાલપુરમાં સાત ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત તાલુકા મથકોએ વરસાદના આંકડા જોઈએ તો જામનગરના વસઈમાં ૧૦, લાખાબાવળમાં ૭, મોટીબાણુંગારમાં ૪.૫, ફલ્લામાં પ, જામવંથલીમાં ૫, ધુતારપરમાં ર, અલિયાબાડામાં ૪.પ૫ અને દરેડમાં ૮ ઇંચ ઉપરાંત જોડિયા તાલુકાના હડિયાણામાં ૩, બાલંભામાં ૪ અને પીઠડમાં ૪ ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે ધ્રોલ તાલુકાના લતીપરમાં ર, જાલિયા દેવાણીમાં ૪.૫ અને લૈયારામાં ૩.૫ ઇંચ વરસાદ નોંધાયો છે. કાલાવડ તાલુકાના નીકાવામાં ૩,ખરેડીમાં ૩, ભલસાણ બેરાજામાં ૫, નવાગામમાં ૩, મોટા પાંચ દેવડામાં ૪, મોટા વડાળામાં ૬ જ્યારે જામજોધપુરતાલુકાના સમાણા, શેઠવડાળા, જામવાડી, વાંસજાળિયામાં ૮ જેટલો વરસાદ નોંધાયો હતો. જયારે ધુનડામાં ૯ ઇંચ, ધ્રાફામાં ૮ અને પરડવામાં સૌથી વધારે ૧૦ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે લાલપુર તાલુકાના પીપસ્ટોડામાં ૨.૫, પડાણામાં ૭.૫, ભણગોરમાં ૧૦, મોટા ખડબામાં ૬, મોડપરમાં ૮ અને ડબાસંગમાં ૪.૫ ઇંચ વરસાદ છેલ્લા ઓોવીસ કલાકમાં નોંધાયો હોવાનું સત્તાવાર આંકડા જણાવી રહ્યાં છે.

અહેવાલ :-સાગર સંઘાણી,જામનગર