શ્રુતિ મોદીના વકીલનો આક્ષેપઃ સુશાંતની બે બહેનો ડ્રગ્સ લેતી હતી, પરિવારને આની જાણ હતી; નશાને કારણે સુશાંતની કરિયરને અસર થઈ હતી

0
328

અશોક સરાવગી (ડાબી બાજુ) શ્રુતિ મોદીના વકીલ છે. શ્રુતિ મોદી એક્ટર સુશાંતની પૂર્વ મેનેજર છે

  • શ્રુતિ મોદી, રિયા ચક્રવર્તી તથા સુશાંત સિંહ રાજપૂતનું કામ એક સાથે જોતી હતી, રિયાએ જ તેને અપોઈન્ટ કરી હતી
  • મુંબઈ પોલીસ, ED, CBIએ શ્રુતિ મોદીની પૂછપરછ કરી છે, તે ઘણીવાર રિયાની સાથે રહેતી હતી

એક્ટર સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એંગલમાં રોજ નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. લેટેસ્ટ અપડેટમાં સુશાંત તથા રિયા ચક્રવર્તીની મેનેજર શ્રુતિ મોદીના વકીલ અશોક સરાવગીએ દાવો કર્યો હતો કે સુશાંતની બે બહેનો એ પાર્ટીઓમાં સામેલ થતી, જેમાં ડ્રગ્સનો ઉપયોગ કરવામાં આવતો હતો. થોડાં દિવસ પહેલાં EDએ રિયાના બે ફોનનું ક્લોનિંગ કર્યું હતું, જેમાં રિકવર ચેટમાં ડ્રગ્સ એંગલનો ખુલાસો થયો હતો. ત્યારબાદ ગોવાના હોટલ વ્યવસાયી ગૌરવ આર્યાની આજે એટલે કે 31 ઓગસ્ટના રોજ ED પૂછપરછ કરશે.

સુશાંતના પરિવારને બંને બહેનો ડ્રગ્સ લે છે તે ખ્યાલ હતો
એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં સરાવગીએ દાવો કર્યો હતો કે સુશાંતની બહેનો ડ્રગ્સ પાર્ટીમાં સામેલ થતી હતી. તેમણે કહ્યું હતું કે મુંબઈમાં રહેતી સુશાંતની બહેન દારૂ પણ પીતી હતી અને તે દારૂની શોખીન હતી. વકીલના મતે, સુશાંતના પરિવારને ખ્યાલ હતો કે તે ડ્રગ્સ લેતો હતો.

વ્હોટ્સએપ ગ્રુપમાં રહેલી દરેક વ્યક્તિ ડ્રગ્સ લેતી હતી
અશોક સરાવગીએ કહ્યું હતું, એક વ્હોટ્સએપ ગ્રુપ હતું અને આમાં ડ્રગ્સની ચર્ચા થતી હતી. તે ગ્રુપમાં સુશાંત-રિયા ઉપરાંત સોહેલ (બૉડીગાર્ડ તથા ડ્રાઈવર), મિત્ર આયુષ શર્મા, આનંદી હતી. તેઓ ક્યારેક-ક્યારેક સુશાંતના ઘરે રોકાઈને ડ્રગ્સ લેતા હતા. આ ગ્રુપમાં દરેક વ્યક્તિ ડ્રગ્સ લેતી હતી. મેનેજર શ્રુતિ મોદીને પણ ડ્રગ્સ લેવાનો આગ્રહ કર્યો હતો પરંતુ તેણે ના પાડી દીધી હતી. શ્રુતિએ કહ્યું હતું કે જો તેને ડ્રગ્સ અંગે બીજીવાર પૂછવામાં આવ્યું તો તે ગ્રુપ છોડી દેશે. આ ગ્રુપમાં હોવાને કારણે સુશાંતને ડ્રગ્સ અંગે બધી જ ખબર હતી અને તે પણ ડ્રગ્સ લેતો હતો.

ખર્ચાઓ અંગે સુશાંત હેરાન હતો
અશોક સરાવગીએ કહ્યું હતું કે સુશાંત પોતાના ખર્ચાઓને કારણે મુશ્કેલીમાં હતો અને તે ખર્ચમાં ઘટાડો કરવા માગતો હતો. સુશાંતના ખર્ચા અંગે રિયાએ 11 જાન્યુઆરીના રોજ એક મિટિંગ પણ બોલાવી હતી. આ મિટિંગમાં સુશાંત હાજર રહી શક્યો નહોતો. જોકે, મિટિંગનું રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું અને પછી સુશાંતે આ રેકોર્ડિંગ સાંભળ્યું હતું.

પરિવાર સુશાંત માટે રેસ્ટોરાં ખોલાવવા માગતું હતું
અશોક સરાવગીએ કહ્યું હતું કે સુશાંતને ખ્યાલ હતો કે તેના ખર્ચા વધુ છે અને તેથી જ તે ચિંતામાં હતો. તે પોતાના પૈસા અંગે ઘણી જ અસલામતી અનુભવતો હતો. સુશાંતનો પરિવાર ઈચ્છતો હતો કે તે પરત આવી જાય, તેઓ સુશાંત માટે રેસ્ટોરાં ખોલવા માગતા હતા પરંતુ એક્ટરને આ વાત મંજૂર નહોતી.

ડ્રગ્સની અસર સુશાંતના કરિયર પર પણ પડી હતી
શ્રુતિના વકીલે એમ પણ કહ્યું હતું કે ડ્રગ્સને કારણે સુશાંતની કરિયરનો ગ્રાફ સતત નીચે જતો હતો. જાન્યુઆરીમાં એક કંપની સુશાંતને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા માગતી હતી પરંતુ તે સમયે સુશાંત મુંબઈમાં નહોતો. આથી જ કંપનીએ કહ્યું હતું કે તેઓ એક્ટરની જૂની તસવીરોથી કામ ચલાવશે અને 50% રૂપિયા ઓછા આપશે. આ વાત સુશાંતને મંજૂર નહોતી. તેણે મુંબઈ આવવાનું વચન આપ્યું હતું. જોકે, સુશાંત જ્યારે મુંબઈ પહોંચ્યો ત્યારે તેની હાલત જોઈને કંપનીએ ડીલ કેન્સલ કરી નાખી હતી. સુશાંત તે સમયે ઠીક નહોતો.

શ્રુતિએ બહેન મીતુને સુશાંતના ડિપ્રેશન અંગે વાત કરી હતી
ઝી ન્યૂઝના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ ચેટના સ્ક્રીનશોટમાં મીતુએ શ્રુતિ સાથે વાત કરીને ડૉક્ટરને મળવાની વાત કહી હતી. આ ચેટ 26 નવેમ્બર, 2019ની છે. શ્રુતિએ આ ચેટમાં ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન પણ શૅર કર્યું હતું. આ ચેટથી એ વાત તો સ્પષ્ટ થઈ છે કે સુશાંત ડિપ્રેશનમાં હતો અને આ વાતની જાણ તેની બહેનને હતી. આ ચેટમાં શ્રુતિએ ડૉક્ટરના નંબર તથા સુશાંત માટે પ્રિસ્ક્રાઈબ કરેલી દવાઓના નામ પણ મીતુ સિંહને મોકલ્યા હતા. આ ચેટમાં મીતુનું નામ નીતુ દીદી લખેલું છે.

8 જૂનથી 13 જૂન સુધી મીતુ સિંહ-સુશાંત સાથે હતા
રિયાએ આઠ જૂનના રોજ સુશાંતનું ઘર છોડ્યું હતું. ત્યારબાદ મીતુ જ આઠથી 13 જૂન સુધી સુશાંતની સાથે હતી. CBI મીતુને સુશાંત અંગે સવાલો કરશે. આટલા દિવસોમાં સુશાંતનો વ્યવહાર કેવો હતો, વાતચીત, માનસિક સ્થિતિ કેવી હતી. ચર્ચા છે કે મીતુ તથા સુશાંતના સ્ટાફ અને રિયાને સામ-સામે બેસાડીને CBI પૂછપરછ કરી શકે છે. આ પહેલા રિયાએ સુશાંતની બહેન પ્રિયંકા પર આક્ષેપ કર્યો હતો કે તેણે નશાની હાલતમાં તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. આ જ વાત પર CBI પ્રિયંકા તથા સિદ્ધાર્થની પૂછપરછ કરી શકે છે.