- સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં 128 દર્દીઓની હાલત ગંભીર
મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 20.757 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 811 થયો છે. ગત રોજ શહેરમાંથી 128 અને જિલ્લામાંથી 78 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જેથી રિકવર થનાર દર્દીઓની સંખ્યા 17,079 પર પહોંચી છે.
શહેરમાં કુલ 16,294 અને જિલ્લામાં 4463 કેસ
સુરત શહેરમાં કુલ 16,294 પોઝિટિવ કેસમાં 614ના મોત થયા છે. જ્યારે સુરત જિલ્લામાં કુલ 4463 પૈકી 197ના મોત થયા છે. સુરત શહેર જિલ્લામાં કુલ 20,757 કેસમાં 811ના મોત થયા છે. સુરત શહેરમાં અત્યાર સુધીમાં કુલ 13384 દર્દીઓને રજા આપવામાં આવી છે. જયારે આજે ગ્રામ્યના 3695 દર્દીઓ સાજા થયા છે.
સિવિલ અને સ્મીમેરમાં 13 દર્દી વેન્ટિલેટર પર
નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં વોર્ડમાં આજ રોજ 115 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે, તે પૈકી 79 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 5 વેન્ટિલેટર, 23 બાઈપેપ અને 51 દર્દીઓ ઓક્સિજન પર છે.જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં આજ રોજ 71 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે, તે પૈકી 49 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 8 વેન્ટિલેટર,10 બાઈપેપ અને 30 દર્દીઓ ઓક્સિજન પર છે.