ગૃહ મંત્રી અમિત શાહે કોરોનાને આપી મ્હાત, એઇમ્સથી થયા ડિસ્ચાર્જ

0
193

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ કોરોના વાયરસના સંક્રમણથી પૂરી રીતે ઠીક થઈ ગયા છે. સોમવારે તેમને એઇમ્સથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રવિવારે જ એઇમ્સએ નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે ગૃહ મંત્રી અમિત શાહ કોરોનાથી ઠીક થઈ ચૂકયા છે.


અમિત શાહે ૨ ઓગસ્ટે ટિટ કરીને કહ્યું હતું કે, તેઓ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા છે. કોરોના સંક્રમણ થયા બાદથી આઇસોલેશનમાં હતા અને સતત આ બીમારીની સારવાર કરાવી રહ્યા હતા. ત્યારબાદ ગુગ્રામની એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી હતી. ત્યાંથી ઠીક થયા બાદ તેમને રજા આપવામાં આવી હતી.


ત્યારબાદ ફરીથી તેઓ પોતાના ઘરે જ આઇસોલેટ હતા, પરંતુ ૧૮ ઓગસ્ટે હળવા તાવની ફરિયાદ તેમને દિલ્હીની એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં લગભગ ૧૨ દિવસ સુધી તેમની સારવાર ચાલી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here