રાજકોટમાં 19ના મોત, પોઝિટિવ કેસની સંખ્યા 3139 પર પહોંચી, જયંતિ રવિ આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરશે

0
329

સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે

  • આરોગ્ય વિભાગના 3 તબિબ સાથે જયંતિ રવિ સૌરાષ્ટ્રની મુલાકાતે

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં કોરોનાથી 19ના મોત થયા છે. જ્યારે પોઝિટિવ કેસની સંખ્યા 3139 પર પહોંચી ગઈ છે. સૌરાષ્ટ્રમાં કોરોના બેકાબૂ બનતા આરોગ્ય વિભાગના 3 તબિબ સાથે અગ્ર સચિવ જયંતિ રવિ આજે સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યાં છે. ત્યારે તેઓ રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરશે અને કોરોનાના વધી રહેલા કેસ અને મૃત્યુઆંક મુદ્દે ચર્ચા કરશે. મહત્વનું છે કે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાથી સતત મોતનો આંક વધી રહ્યો છે.

1364 દર્દીઓ સારવાર હેઠળ
રાજકોટ શહેરમાં કુલ 3139 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 1364 સારવાર હેઠળ છે. શહેર-જિલ્લા બન્નેમાં સરકારી હોસ્પિટલમાં 377 અને ખાનગી હોસ્પિટલમાં 393 દર્દી આઇસોલેશન હેઠળ છે. રાજકોટમાં રવિવારે કુલ 11 મોત થયા છે. તેમાંથી શહેરના 5, ગ્રામ્ય વિસ્તારના 3 અને અન્ય જિલ્લાના 3 દર્દીનો સમાવેશ થાય છે. રાજકોટમાં 866 દર્દી ઘરે રહી સારવાર મેળવી રહ્યા છે.

સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં 167 કેસ
મોરબી જિલ્લામાં રવિવારે 18 કેસ પોઝિટિવ આવ્યા હતા. જામનગર જિલ્લામાં 102 પોઝિટિવ કેસ નોંધાયા છે. જૂનાગઢ જિલ્લામાં 30, ગીર સોમનાથ જિલ્લામાં 13 કેસ, પોરબંદર જિલ્લામાં 4 કેસ નોંધાયા હતા.