આજે બપોરે 2:30 કલાકે દિલ્હીમાં થશે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના અંતિમ સંસ્કાર

0
254

ભારત રત્ન અને દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું સોમવારે 84 વર્ષની વયે અવસાન થયું હતું. તે લાંબા સમયથી બીમાર હતા. તેમણે દિલ્હીની આર્મી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. કેન્દ્ર સરકારે પૂર્વ રાષ્ટ્રપતિના સન્માનમાં 7 દિવસીય રાષ્ટ્રીય શોકની ઘોષણા કરી છે. મંગળવારે બપોરે અઢી કલાકે દિલ્હીના લોધી સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રણવ મુખર્જીના નિધન પર દુખ વ્યક્ત કર્યું હતું. પીએમ મોદીએ લખ્યું હતું કે પ્રણવ મુખરજીના નિધનથી આખો દેશ દુ: ખી છે, તેઓ સ્ટેટસમેન હતા. જેમણે રાજકીય ક્ષેત્ર અને સામાજિક ક્ષેત્રના દરેક વર્ગની સેવા કરી છે. પીએમ મોદી ઉપરાંત અન્ય નેતાઓએ પણ પૂર્વ રાષ્ટ્રપતિના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

બંગાળની મમતા સરકારે પણ પ્રણવ મુખર્જીના નિધન બાદ 1 સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં શોકની ઘોષણા કરી દીધી છે. તમામ સરકારી કચેરીઓ બંધ રહેશે. રાજ્ય પોલીસ દિવસની ઉજવણી પણ 2 સપ્ટેમ્બર સુધી મુલતવી રાખવામાં આવી છે. 

10 ઓગસ્ટના રોજ પ્રણવ મુખર્જી કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ તેમની મગજની સર્જરી પણ કરવામાં આવી હતી. તેના મગજમાં લોહી ગંઠાઈ ગયા પછી આ સર્જરી કરવામાં આવી હતી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here