મુંબઈમાં ભયંકર અકસ્માત, રેસ્ટોરન્ટમાં ઘુસી બેકાબૂ કાર, 4 લોકોના કમકમાટીભર્યા મોત

0
413

દક્ષિણ મુંબઈમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. ક્રોફોર્ડ માર્કેટ વિસ્તારમાં એક હાઇ સ્પીડ કાર બેકાબૂ બની અને એક રેસ્ટોરન્ટમાં ઘુસી ગઈ હતી. આ અકસ્માતમાં 4 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં છે. જ્યારે 4 લોકો ઘાયલ હોવાનું જણાવાયું છે. અકસ્માતમાં ઘાયલ લોકોને જેજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા ચાર લોકોમાં ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે. ઘાયલોની હાલત વિશેની હજુ સચોટ માહિતી મળી નથી. પોલીસે ઘટના સ્થળે પહોંચી કેસની તપાસ શરૂ કરી છે.