મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ગુંડા તત્વોને ચેતવણી ગુંડા ગર્દી છોડવી પડશે અથવા ગુજરાત છોડવું પડશે

0
161

ગુજરાતમાં શાંતિ અને સુશાસન જાળવી રાખવા માટે અને ગુંડા તત્વોને કાયમ માટે ડામવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મક્કમ નિર્ધાર કર્યો છે. રાજ્યમાંથી ગુંડાઓ, જમીન કૌભાંડકારો, ભ્રષ્ટ કર્મચારીઓ તથા ગૌવંશના હત્યારાને વિરુદ્ધ કાયદાના કડક અમલીકરણથી નેસ્તનાબૂદ કરવાના અભિગમ સાથે મંત્રીમંડળની આગામી બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ગુંડા વિરોધી કડક કાયદા માટે ‘ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એકટીવિટીઝ (પ્રિવેન્શન) એકટ’ઓર્ડિનન્સ માટે પ્રસ્તાવ રજુ કરશે
.
 

આ પ્રસ્તાવ સાથે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ગુંડા તત્વોને સ્પષ્ટ ચેતવણી આવનારા દિવસોમાં ગુંડા ગર્દી છોડવી પડશે અથવા ગુજરાત છોડવું પડશે પાસાની જોગવાઇઓનો વ્યાપ વિસ્તારી મહત્વપૂર્ણ સુધારાના વટહુકમ દરખાસ્ત સાથે શાંત-સલામત-સુરક્ષિત-સમૃદ્ધ ગુજરાતના નિર્માણમાં વધુ એક નક્કર કદમની પ્રતિબદ્ધતા તેમણે દર્શાવી છે. 
 
 
રાજ્યની વિકાસયાત્રામાં અવરોધક બનનારા, જાહેર વ્યવસ્થાને ખલેલ પહોચાડનારા હિંસા, ધાકધમકી અને બળજબરીથી નિર્દોષ નાગરિકોનું શોષણ કરનારા ગુંડા તત્વોની પ્રવૃત્તિઓને આ કાયદા વડે સખ્તાઇથી ડામી દેવામાં આવશે. 

આ ઓર્ડિનન્સની મહત્વપૂર્ણ જોગવાઇઓ 


ગુંડાગીરી કરનારા તત્વોને 10 વર્ષ સુધીની સખત કેદ અને પ૦ હજાર રૂપિયાનો દંડ કરાશે. 

ગુંડાઓ સામેના કેસ ચલાવી ઝડપી ન્યાયિક તપાસની કાર્યવાહી અને સજા માટે સ્પેશીયલ કોર્ટની રચના કરાશે

ગુંડા તત્વો દ્વારા મેળવવામાં આવેલી મિલકત જિલ્લા મેજિસ્ટ્રેટ ટાંચમાં લઇ શકશે

સાક્ષીઓને પુરતું રક્ષણ આપી નામ-સરનામા ગુપ્ત રાખવામાં આવશે. 

ગૂનો નોંધતા પહેલા સંબંધિત રેન્જ આઇ.જી અથવા પોલીસ કમિશનરની પૂર્વ મંજૂરી આવશ્યક.

આ સાથે જ દારૂનો વેપાર-જુગાર-ગાયોની કતલ-નશાનો વેપાર-અનૈતિક વેપાર-માનવ વેપાર-બનાવટી દવાનું વેચાણ-વ્યાજખોરી-અપહરણ-ગેરકાયદે કૃત્યો આચરવા કે ગેરકાયદેસર હથિયારો રાખવા જેવી બદીઓને નશ્યત કરવા કડક કાયદાકીય જોગવાઇઓ કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here